Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ઓપન રાજકોટ મહિલા અંતાક્ષરી સ્પર્ધા

 વિશ્વ મહિલા દિન નિમિતે બાલભવન દ્વારા બહેનો માટે અંતાક્ષરી સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનું ઓપનીંગ દીપ પ્રાગટયથી કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ડો. અલ્પાબેન (હેલીબેન) ત્રિવેદી તથા તૃપ્તિબેન ગજેરા તથા હેનીબેન મહેતા હસ્તે કરવામાં આવ્યું. સ્પર્ધામાં ત્રણ બહેનોની એક ટીમ એવી ૩૩ ટીમે ભાગ લીધો હતો. બહોળી સંખ્યામાં ઇનામોની લ્હાણી કરવામાં આવેલ. અક્ષર ઉપરથી ગીત, ધૂન રાઉન્ડ, અંતરા-મુખડા રાઉન્ડ, શબ્દ રાઉન્ડ, ભકિતગીતોનું રાઉન્ડ ઓડીયો વિઝયુઅલ રાઉન્ડ જેવા અનેકવિધ વિભાગો દ્વારા આ સ્પર્ધા રોચક બની હતી. સ્પર્ધામાં પ્રથમ સ્થાને દિવાના ગ્રુપ-(૧) ઇલાબેન એમ. મહેતા (ર) દિવ્યાબેન બુદ્ધદેવ (૩) લોપાબેન ખગ્રામ દ્વિતિય સ્થાને-પરવાના ગ્રુપ-(૧) નેનાબેન સવાણી (ર) સરોજબેન ભીમજીયાણી (૩) ભાવનાબેન કે. મીરાણી તૃતિય સ્થાને સુહાના ગ્રુપ-(૧) હેતલબેન બુદ્ધદેવ (ર) ગીતાબેને કોટક (૩) નેહાબેન બુદ્ધદેવ તથા બે ટીમો પ્રોત્સાહનરૂપ (૧) એકતાબેન કોઠારી (ર) સકીનાબેન સાબુવાલા (૩) રીઝવાનાબેન શેખ દ્વિતિય ટીમ તથા (૧) નેહાબેન પી. દામાણી (ર) નીકીબેન વી. શેઠ (૩) મનિષાબેન એ. શેઠ અંતાક્ષરી સ્પર્ધાને સફળ બનાવવા માટે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ડો. અલ્પાબેન (હેલીબેન) ત્રિવેદીના હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકે રશીદાબેન ભારમલ તથા રીટાબેન જોબનપુત્રાએ સેવા આપી હતી. કાર્યક્રમનું એન્કરીંગ મીલીબહેન ત્રિવેદીએ કરેલ. વાલી-પ્રેક્ષકોએ બહુ આનંદ માણ્યો હતો. તેમ બાલભવનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(3:34 pm IST)