Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

સીઆઇઆઇ દ્વારા મહિલા સેમીનાર

 કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા બીજુ સત્ર પ્લેટીનમ હોટલ ખાતે ગોઠવાયુ હતુ. સંવાદ સભર સત્રમાં અલગ અલગ ક્ષેત્રની સફળ સ્ત્રીઓએ તેમની સફળતાની યાત્રા વિષે અનુભવો વાગોળ્યા હતા. હિમાંશુ શાપરીયા, સીઆઇઆઇ વેસ્ટર્ન ગુજરાત ઝોનલ કાઉન્સીલના પૂર્વ ચેરમેને સ્વાગત સંબોધનમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રે અગ્રેસર હોવાનું જણાવી એકસાથે અનેક કાર્યો કરી શકવાની સ્ત્રીઓની ક્ષમતા અને નેતૃત્વ શકિતને કાબીલે દાદ ગણાવી હતી. શ્રીમતી જયોતિ સુધીર ચેરપર્સન સીઆઇઆઇ ઇન્ડિયન વિમેન નેટવર્ક ગુજરાત ચેપ્ટરે સ્ત્રીઓને સર્વશ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા પરંતુ પરફેકશન માટે હઠાગ્રહી ન રહેવાની શીખ આપી હતી. પરીશ્રમ કરવા અને ધીરજ ધરવા વિષે મહત્વની વાત કરી હતી. શ્રીમતી સુધા માંડવીયા પ્રેસીડેન્ટ વણિક એસો.(લંડન) એ ટુંકા વકતવ્યમાં સ્ત્રીઓની બહાદુરીની  ગાથા વર્ણવી મજબુત મનોબળ કેળવવા શીખ આપી હતી. શ્રીમતી નિપા પટેલ ચેરપર્સન નિવેદીતા ફાઉન્ડેશનએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને મિશન શુઝ વિષે માહીતી આપી હતી. શ્રીમતી બોસ્કી નથવાણી ડીરેકટર ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન એન્ડ જવેલરી ડીઝાઇનએ શરીરને શોભે તેવુ પરિધાન કરવા જણાવેલ. તન્વી ગાદોયા મોટીવેશન સ્પીકરએ નિષ્ઠા અને ખંતથી સ્વપ્નો સાકાર કરવાની વાત કરેલ. કોઇપણ વસ્તુ મેળવવા એકાગ્ર થવાની ટીપ્સ આપેલ. દિપક સચદે ચેરમેન એકટીવીટી કમીટી ધ ઇન્સ્ટીટયુટ ઓફ એન્જી. રાજકોટ ચેપ્ટરે  અંતમાં આભારવિધિ કરી હતી. અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી ૧૦૦ થી વધુ મહીલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

(6:16 pm IST)