Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

મેટોડાની ધાડના કાવતરામાં બેની શોધખોળ

લોધીકા પોલીસે પકડેલા સાત શખ્સો રીમાન્ડ પરઃ અજય ઉર્ફે વિજય અને કમલેશ ઉર્ફે મુન્નાને શોધવા ટીમ રવાના

રાજકોટ, તા. ૧૨ :. મેટોડા જીઆઈડીસીમાં ધાડ પાડવાની તૈયારી સાથે આવેલ લૂંટારૂ ગેંગને લોધીકા પોલીસે ઝડપી લીધા બાદ તેની પૂછતાછમાં આ ગેંગનો આગામી લૂંટનો પ્લાન ગોંડલ અને પાલીતાણામાં હોવાનું બહાર આવ્યુ હતું. આ ગેંગ મોટાભાગે એકલા અને વૃદ્ધ વ્યકિતઓને ટાર્ગેટ બનાવી મહિલા સાથે મોબાઈલ પર વાત કરી ફસાવતા હોવાનું ખુલ્યુ હતું. જ્યારે આ ગેંગના બે શખ્સોને શોધવા માટે લોધીકા પોલીસની ટીમ ભાવનગર રવાના થઈ છે. 

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ કડક નાઈટ પેટ્રોલીંગ કરવા આપેલ સુચના તથા ગોંડલ ડીવી.ના ના.પો.અધિ. એચ.એમ. જાડેજાના માર્ગદર્શન અન્વયે લોધીકા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એચ.પી.ગઢવી તથા પો.સબ.ઇન્સ જે.યુ.ગોહીલ સ્ટાફના સાથે નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.સ.ઇ. જે.યુ.ગોહીલને સચોટ અને વિશ્વાસ પાત્ર બાતમી મળેલ કે અમુક  સ્ત્રી પુરુષ ઇસમો રાજકોટ તરફથી એક કારમાં મેટોડા જીઆઇડીસી પાછળ મેલડી માતાના મંદીર પાસે બંગલામાં એકલા રહેતા મનોજભાઇ હરીલાલ જોષી પાસે મોટી રોકડ રકમ તથા દર દાગીના હોય જે બાબતની જાણ ભાવનગરના કમલેશ ઉર્ફે મુન્નો પોપટભાઇ ચાવડાને જાણ થતા પુર્વ યોજીત કાવતરુ યોજી આરોપીઓ પૈકી જીન્નતબેન પાસે મનોજભાઇના મોબાઇલ નંબર પર અવાર નવાર વાત કરાવી લાલચ આપી જીન્નત પાસે દરવાજો ખોલાવી બંગલામાં મનોજભાઇને ઘેનની દવા પીવડાવી બેભાન કરી અને જો બેભાન ન થાય તો ઘાતક હથીયારો વડે હુમલો કરી બંગલામાંથી મળી આવે તે રોકડ રકમ તથા દર-દાગીનાની લુટ કરી નાશી જવાનો પ્લાન કરી ધાડ પાડવાની તૈયારી કરી ધાતક હથીયારો સાથે તથા અર્ટીગા કાર નં જીજે ૩૨ બી ૫૧૪૬ સાથે મળી આવી આ ગુન્હાને અંજામ આપવા આવતા હોય તેવી હકીકતના આધારે બાલસર વાગુદડ રોડ મેટોડા જીઆઇડીસી જવાના કાચા રસ્તે અવાવરૂ જગ્યાએ વોચ તપાસમાં રહેતા સદરહુ જણાવેલ કાર આવતા કારમા બેઠેલા તમામને ઝડપી લેવાયા હતા. જ્યારે બે શખ્સો પોલીસને જોઈ નાસી છૂટયા હતા.

લોધીકા પોલીસે આરોપી (૧) અશોક ઉર્ફે મામા ભોપાભાઇ બાબરીયા જાતે.ભરવાડ ઉવ.૨૯ રહે.ભાવનગર તળાજા રોડ ભાંગલી ગેટ પ્લોટ નં-૨૫૪૨, (૨) હીતેશ ઉર્ફે હીતો હીમતભાઇ પઢીયાર જાતે.મોચી ઉવ.૨૧ ધંધો.પ્રા.નોકરી રહે.હાલ.સુરત સંતોષનગર મારૂતી ચોક એલ.એચ રોડ મુળગામ.સણોસરા તા.શિહોર જી.ભાવનગર, (૩) નીલેશ ઉર્ફે કાદુ ગોરધનભાઇ મકાવાણા જાતે.કોળી ઉવ.૨૧ ધંધો.હીરાની ઓફીસમાં રહે.હાલ.સુરત કાપોદરા ઠાકોર દ્વાર સોસાયટી મીની બજાર મંગલ મુર્તી કારખાનાના રૂમમાં મુળગામ.વાવડી (સણોસરા) તા.શિહોર જી.ભાવનગર, (૪) જીન્નત વા/ઓ રફીકભાઇ રજાકભાઇ મકવાણા જાતે.ઘાંચી સંધી ઉવ.૩૭ રહે.રાજકોટ ભગવતીપરા શેરી નં-૩ શાહીલ મંજીલ મકાન, (૫) હસીના વા/ઓ અહેસાનભાઇ શબીરશા દીવાન જાતે.ફકીર ઉવ.૩૪ ધંધો.ઘરકામ રહે.મુળગામ.રાણપુર દેશીવોરાના ચોરા પાસે તા.રાણપુર જી.બોટાદ હાલ.જુદી જુદી જગ્યાએ જુદા જુદા શહેરોમાં ભાડેથી તથા (૬) હંસાબેન વા/ઓ પ્રવિણસિંહ જીવુભા જાડેજા ઉવ.૬૦ રહે.રાજકોટ કોઠારીયા રોડ આશાપુરા સોસાયટી શેરી નં-૧૫ કુવરબેન વા/ઓ પ્રેમજીભાઇ ના મકાનમાં ભાડેથી મુળગામ.આંબરા (વસઇ) તા.જી.જામનગરની ઘાતત હથીયાર છરો નંગ ૧, લાકડી ૧, લાકડાનું બેટ, અણીદાર મોટુ ડીસમીસ તથા મોબાઈલ નંગ ૭, ઘેની દવાની ૧૦ ગોળી, મારૂતિ અર્ટીકા કાર મળી ૪.૨૪ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી. જ્યારે આ ગેંગના બે શખ્સો (૭) અજય ઉર્ફે વિજય મકવાણા જાતે.કોળી રહે.નેસડા તા.શિહોર જી.ભાવનગર તથા કાવતરુ રચનાર મુખ્ય આરોપીઙ્ગ(૮) કમલેશ ઉર્ફે મુનો પોપટભાઇ ચાવડા જાતે.ભરવાડ રહે. ભાવનગર નંદકુવરબા કોલેજ પાસે દેવરાજનગર નામના શખ્સો નાસી છૂટયા હતા. પોલીસે લૂંટારૂ ટોળકીને ગઈકાલે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. જ્યારે નાસી છૂટેલા અજય ઉર્ફે વિજય અને કમલેશ ઉર્ફે મુન્નાને શોધવા માટે લોધીકા પોલીસ ભાવનગર રવાના થઈ છે.

(3:27 pm IST)