Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ગોંડલના મોવૈયામાં બટુક ભાલોડીની વાડીમાં દરોડોઃ જૂગાર રમતા છ પકડાયા

વાડી માલીક બટુક ભાલોડી, મનસુખ ભાલાળા, વલ્લભ કાલરીયા, જીતેન્દ્ર ભાલાળા, દિલીપ ગોંડલીયા અને મોહન દુદાણીની ધરપકડ

રાજકોટ તા. ૧ર :.. ગોંડલના મોવૈયા ગામ પાસે બટુક કાબાભાઇ ભાલોડીની વાડીમાં પોલીસે દરોડો પાડી જૂગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. જે.વી. વાળા તથા પ્રકાશભાઇ પરમાર સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે બાતમીના આધારે ગોંડલના મોવૈયા ગામ બંધીયા રોડ વાળી સીમમાં વાડીમાં દરોડો પાડી વાડી માલીક બટૂક કાબાભાઇ ભાલોડી (ઉ.વ.પ૯) તથા મનસુખ જીવાભાઇ ભાલાળા (ઉ.પ૪), વલ્લભ જીવાભાઇ કાલરીયા (ઉ.૬૪), જીતેન્દ્ર ગાંડુભાઇ ભાલાળા (ઉ.૬૪), દિલીપ દુદાભાઇ ગોંડલીયા (ઉ.૩૮) અને મોહન હીરજીભાઇ દુદાણી (ઉ.૬૭) ને જૂગાર રમતા પકડી લઇ રૂ. ૧૦,૧૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:27 pm IST)