Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ભીલવાસ પેટ્રોલ પંપ સામેના વોંકળા કાંઠે ઘોડીપાસાના જૂગારનો દરોડોઃ ત્રણ પકડાયા, બે શખ્સ ભાગી ગયા

પ્ર.નગરના કોન્સ. જયદિપભાઇ ધોળકીયાની બાતમીઃ ૬૮૦૦ રોકડા કબ્જે

રાજકોટ તા. ૧૨: સદર બજાર ભીલવાસના ઈગલ પેટ્રોલ પંપ સામે ઇદગાહ મેદાનના વોંકળાના કાંઠે પ્ર.નગર પોલીસે વધુ એક વખત દરોડો પાડી ત્રણ શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૬૮૦૦ તથા ઘોડીપાસા કબ્જે લીધા હતાં.  દરોડો પડતાં બે શખ્સ ભાગી ગયા હતાં.

પોલીસે દરોડો પાડી મહેબુબ અબુભાઇ ચોૈહાણ (ઉ.૩૨-રહે. સદર ખાટકીવાસ, ભીલવાસ-૪, હાલ નિલકંઠ સિનેમા પાસે ગોકુલનગર), રહિમ હાસમભાઇ સૈયદ (ઉ.૨૫-રહે. જામનગર રોડ સંજયનગર-૧) તથા સોયેબ જમાલભાઇ કટારીયા (ઉ.૨૦-રહે. ખાટકીવાસ-૪)ને પકડી લીધા હતાં. જ્યારે સલિમ અબુભાઇ દલવાણી (ખાટકીવાસ) અને અમઝદ ગફારભાઇ પોઠીયા (રહે. ખાટકીવાસ) ભાગી ગયા હતાં. પોલીસે બે નંગ ઘોડીપાસા અને રોકડા ૬૮૦૦ કબ્જે લીધા હતાં.

ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ પી.આઇ. બી.એમ. કાતરીયા અને ટીમના પીેઅસઆઇ ઓ. પી. સિસોદીયા, પીએસઆઇ ગોસાઇ, સંજયભાઇ દવે, હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, દેવશીભાઇ રબારી, મનજીભાઇ, જયદિપભાઇ, હેમેન્દ્રભાઇ,  શકિતસિંહ ગોહિલ, કોૈશલેન્દ્રસિંહ ઝાલા, કલ્પેશભાઇ ચાવડા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જયદિપભાઇ ધોળકીયાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. જે બે શખ્સ ભાગ્યા તેને જયદિપભાઇ જોયે ઓળખતા હોઇ તેના પણ આરોપીમાં નામ સામેલ કરી શોધખોળ હાથ ધરાઇ છે.

છરી સાથે નાથો અને દારૂ સાથે ખોડિદાસ તથા આશા પકડાયા

ભાવનગર રોડ રાજમોતી મીલ સામેના રોડ પરથી ગઢીયાનગરના નાથા ગોવિંદભાઇ મકવાણા (ઉ.૫૦)ને છરી સાથે થોરાળાના કોન્સ. વિજય મેતાએ પકડી લીધો હતો. જ્યારે ભવાનીનગરમાંથી ખોડિદાસ ભાવેશભાઇ ચોૈહાણને રૂ. ૮૦૦ના ૪૦ લિટર દારૂ સાથે એ-ડિવીઝનના બી.વી. ગોહિલ, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતે અને લોહાનગરમાંથી આશા દિપક જાદવ (ઉ.૩૧)ને રૂ. ૪૦ના દેશી દારૂ સાથે માલવીયાનગરના હરપાલસિંહ જાડેજાએ પકડી હતી.

(3:26 pm IST)