Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

રસ્તા બંધઃ કામ ચાલુ...!! ભાજપી શાસકોના મગજ બંધ? પ્રહલાદ પ્લોટ-આશાપુરા-જયરાજ પ્લોટની મગજ મારી ચાલુ

રાજકોટ : સ્માર્ટ સીટી રાજકોટમાં નવાનકોર ડામર રોડ ખોદીને તંત્ર વાહકોએ શહેરીજનોને ત્રાહીમામ પોકારાવ્યુ છે. શહેરભરમાં ઠેર ઠેર નવાનકોર રોડ ખોદી નાંખવામાં આવતાં તંત્ર વાહકો સામે લોક રોષ ફેલાયેલો જોવા મળે છે. તસ્વીરમાં રાજકોટના હાર્દસમાં પ્રહલાદ પ્લોટ, જયરાજ પ્લોટ, આશાપુરા મેઇન રોડ, સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી આડેધડ રસ્તા ખોદી માટીનાં ઢગલા કરી નાખતા રસ્તાઓ બંધ થઇ ગયા છે. અને રહેવાસીઓને ચાલવામાં વાહનો રાખવામાં ઘરમાં આવવા-જવામાં પારાવાર મુશ્કેલી થઇ રહી છે. છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી વિસ્તારવાસીઓ આ મુશ્કેલી સહન કરી રહયા છે. અને આ રીતે રસ્તા બંધ કરી કામ ચાલુ કરનારા ભાજપી શાસકોનાં જાણે મગજ બંધ થઇ ગયા હોઇ તેવી સ્થીતીએ વિસ્તારવાસીઓ માટે મગજમારી સર્જી હોય તેવા દ્રશ્યો  સર્જાય છે જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:24 pm IST)