Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

અટીકા-ક્રિસ્ટલમોલ-મવડી સહિતના વિસ્તારોમાં ૧૪ મિલ્કતને તાળા

યોગેશ્વર, ગોકુલનગર, અટીકા સહિતના વિસ્તારમાં બાકી વેરો વસુલવા ૧૪ મિલ્કતને જપ્તીની નોટીસઃ આજે ત્રણેય ઝોનમાં ૨૯ લાખની આવક

રાજકોટ તા.૧૨: મ્યુ.કોર્પોરેશનની આવકનો મુખ્ય સ્ત્રોત એવી વેરાશાખાને ચાલુ નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯નો રૂ. ૨૨૫ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે બાકી વેરો વસુલવા દરરોજ ઉપરોકત ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારોમાં સીલોગ જપ્તીની નોટીસ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજે વેરાશાખા દ્વારા અટીકા, ક્રિસ્ટલમોલ તથા મવડી વિસ્તાર સહિતના વિસ્તારોમાં ૧૪ મિલ્કત સીલ કરવામાં આવી છે. જયરે યોગેશ્વર, ગોકુલનગર, અટીકા સહિતના વિસ્તારોમાં ૧૪ મિલ્કત જપ્તીની નોટીસ પાઠવવામાં આવી છે.

પુર્વ ઝોન

ઇસ્ટઝોનની વેરા શાખા દ્વારા મોરબી રોડ, નવાગામ ચોકડી, સંત કબીર રોડ, સદગુરૂ કોમ્પ્લેકસ, આજી જીઆઇડીસી,, સોરઠીયા વાડી, જંગલેશ્વર રોડ, શ્રી હરી, સ્વાતી પાર્ક સહિતના વિસ્તારમાં બાકી વેરો વસુલવા કુલ પર મિલ્કતમાં કાર્યવાહી કરતા તથા રૂ.૧૦,૧૮ લાખની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસિ.કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર (પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓ ફીસરશ્રીની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, બી.આઇ.ભટ્ટ અને એચ.કે.કાપડીયા વિ.દ્વારા કાર્યવાહી કરવામાં આવી.

વેસ્ટ ઝોન

વેસ્ટઝોનની વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા ક્રિસ્ટલ મોલના ત્રીજા માળ પર આવેલ આઇકોનીક જીમનો બાકી વેરો રૂ.૪,૪૧,૦૬૦ ભરપાઇ ન થતાં તથા આકાશવાણી ચોક પાસે આવેલ ગુજ.હા.બોર્ડના ૩ કવાર્ટરનો બાકી વેરા રૂ.૨૩,૯૧૯ તથા મવડી વિસ્તારમાં આવેલ માધવ મિલન  કોમ્પલેકસમાં ૩ દુકાનનો ૮૧,૦૦૦ ભરપાઇ ન થતાં. કુલ ૬ મિલ્કતોને સીલ મારવામાં આવેલ છે તેમજ અન્ય મિલ્કતોમાંથી આજ રોજ કુલ રકમ રૂ.૯.૧૨ લાખની આવક થવા પામી છે.

આ કામગીરી સહાયક કમિશનરશ્રી (વેસ્ટ ઝોન)ના માર્ગદર્શન હેઠળ, લગત વોર્ડના આસી. મેનેજરશ્રીઓની સુચનાનુસાર ટેકસ ઇન્સપેકટરશ્રી ગિરિશભાઇ બુધ્ધદેવ, વશરામભાઇ કણઝરિયા, હિતેષ મહેતા, વી.આર.પરમાર, નિલરત્ન પંડ્યા, જે.બી.પાતળિયા તેમજ રિકવરી કલાર્ક શ્રી દેવાભાઇ રાઠોડ, રાજેશ નૈયા, ભરત વાંક, તુષાર સોલંકી અને વિપુલ કમેજળિયા દ્વારા કરવામાં આવી.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા ગોપાલનગરમાં, યેગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારોમાં બાકી વેરો વસુલવા મિલ્કત ૮ ને સીલ તથા ૧૪ મીલ્કતને નોટીસ આપેલ તથા રૂ.૮,૩૭,૧૭૬ વસુલવા થવા પામીહતી.

આ કામગીરી આસી. મેનેજ રાજીવ ગામેતની વોર્ડઓફીસ આરતીબેન નિમ્બાર્ક, હેમાન્દ્રીબા ઝાલા, કેતન સંચાણિયા તથા ટેકસ ઇન્સપેકટર મુકેશભાઇ ખંધેડીયા, નિતીનભાઇ ખંભોળિયા, જયોતિભાઇ તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

(3:18 pm IST)