Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

રાજકોટ લોકસભા બેઠકઃ ૧૮ લાખથી વધુ મતદારોઃ રર૧પ મતદાન મથકોઃ એસ.ટી.ની ૧પ૦ બસ ભાડે માંગવા સુચના

સ્ટેટીક સ્કવોડ-ઇન્કમટેક્ષ-ફલાંઇગ સ્કવોડની ટીમો કાર્યરતઃ દરેક ચેક પોસ્ટ ઉપર ટીમો મૂકી દેવાઇ...: ર૩ એપ્રિલે મતદારો ઉમેદવારોનું ભાવી નક્કી કરશેઃ ૩૦ હજાર મતદારો પ્રથમ વખત મતદાન કરશે

રાજકોટ તા. ૧ર :.. આગામી લોકસભા ચૂંટણીમાં રાજકોટ શહેર - જીલ્લાની સંસદીય બેઠક માટે ર૩ એપ્રિલે મતદાન થશે, ચૂંટણી સુત્રોના ઉમેર્યા પ્રમાણે હાલ ૧૮ લાખ ૬પ હજાર આસપાસ મતદારો ઉમેદવારોનું ભાવી નક્કી કરશે, આ ૧૮ લાખમાંથી ૪૦ ટકા આસપાસ યુવા મતદારો છે, જે ૧૮ થી ૩પ વર્ષની વયના છે.

ચૂંટણી માટે હાલ એસ.ટી.ની ૧પ૦ થી વધુ બસો માંગવા સુચના અપાઇ છે, અને આ  માટે રાજકોટ એસ. ટી. ડીવીઝનને કહી દેવાયું છે.

આ વખતે ચૂંટણીમાં ૩૦ હજારથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે, રાજકોટમાં છેલ્લા પ વર્ષમાં ૪ાા લાખ મતદારોનો વધારો થયો છે.

દરમિયાન સ્ટેટીસ્ક સ્કવોડ, ફલાંઇગ સ્કવોડ, ઇન્કમટેક્ષ ટીમ કાર્યરત કરી દેવાઇ છે, આજથી ૪ ચેકીંગ શરૂ કરી દેવાયું છે, દરેક ચેક પોસ્ટ ઉપર ટીમો મુકી દેવાઇ છે.

(11:45 am IST)