Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

૧૨ દિ' પહેલા 'હિટ એન્ડ રન'માં ઘાયલ થયેલા અજાણ્યા યુવાનનું મોતઃ વાલીવારસની શોધખોળ

ગ્રીનલેન્ડ ચોકડી પાસે યુવાનને ઉલાળીને અજાણ્યો વાહનચાલક ભાગી ગયો'તો

રાજકોટ તા. ૧૨: બાર દિવસ પહેલા ૨૮મીએ સાંજે સાડા સાતેક વાગ્યે કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી નજીક બીએમડબલ્યુના શો રૂમ સામેના રોડ પર અજાણ્યા વાહનનો ચાલક અજાણ્યા આશરે ૩૨ થી ૩૫ વર્ષના યુવાનને ઠોકરે લઇ ભાગી ગયો હતો. આ યુવાન ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેનું ગત સાંજે મોત નિપજ્યું છે. આ બારામાં બી-ડિવીઝનના પીએસઆઇ કે. આર. ચોટલીયાએ ફરિયાદી બની અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૬)

(11:38 am IST)