Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

વિરાણી હાઇસ્કૂલ પાછળ રહેતાં વિશાલ અને વિક્ષીત પાસા તળે અમદાવાદ-સુરત જેલહવાલે

વાહનચોરીના ગુનામાં સામેલ બંનેના વોરન્ટની એ-ડિવીઝન પોલીસે બજવણી કરી

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં આચાર સંહિતાનો કડક અમલ કરાવવા પોલીસ સજ્જ થઇ ગઇ છે. ગુના કરવાની ટેવ ધરાવનારાઓ સામે પગલા લેવાનું શરૂ થયું છે. જે અંતર્ગત એ-ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતાં અને અગાઉ  વાહનોની ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા વિશાલ ગોવિંદભાઇ ભડેણીયા (ઉ.૨૪-રહે. વિરાણી હાઇસ્કૂલ પાછળ સર્વોદય સોસાયટી-૫નો ખુણો) તથા વિક્ષીત નવનીતભાઇ જીતીયા (ઉ.૨૨-રહે. સર્વોદય સોસાયટી-૩)ને પાસા તળે ધકેલી દેવાયા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસાની દરખાસ્ત મંજુર કરતાં એ-ડિવીઝનના પી.આઇ. એન. કે. જાડેજા, પીએસઆઇ એસ.વી. સાખરા, એએસઆઇ રણજીતસિંહ ઝાલા, હેડકોન્સ. દિપકભાઇ રાઠોડ, ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. નરેશભાઇ ઝાલા અને વિજયસિંહ જાડેજાએ વોરન્ટની બજવણી કરી બંનેને અનુક્રમે અમદાવાદ અને સુરત જેલમાં ધકેલ્યા છે. (૧૪.૬)

(11:37 am IST)