Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

આનંદ બંગલા ચોક પાસેથી દારુ પીધેલ હાલતમાં સ્વીફટ કાર સાથે પંકજ રામાણી ઝડપાયો

રાજકોટ : પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ સા. તથા સંયુકત પોલીસ કમીશ્નર સિદ્ધાર્થ ખત્રીની સુચના તેમજ નાયબ પો.કમી. ઝોન-ર મનોહરસિહ જાડેજા તથા મદદનીશ પો.કમી. દક્ષિણ વિભાગ ગેડમ નાઓના માર્ગદર્શન હેઠળ આનંદબંગલા ચોક, અશોક ગાર્ડન પાસેથી દારૂ પીધેલ હાલતમાં સ્વીફટ કાર નં.જીજે-૦૧-કેજે-૮રપ૮ વાળી લઇને નીકળતા પંકજ રામાણીને પકડી પાડી એમ.વી.એકટ કલમ  ૧૮પ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.

આરોપી પંકજભાઇ નાનજીભાઇ રામાણી, ઉ.વ. ર૯,(રહે. વિશ્વનગર, શે.નં. ૩ રાજકોટને ઝડપવાની આ કામગીરીમાં પો.ઇન્સ. એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એ.આર.મલેક  તથા પો.કોન્સ. દીલીપસિંહ જાવદ તથા  અરૂણભાઇ ચાવડા ( મા.નગર પો.સ્ટે. રાજકોટ શહેર) જોડાયા હતા.

(11:43 pm IST)