Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

શ્રી અખિલ હિન્દ શ્રીમાળીસોની મહામંડળના પ્રમુખપદે જયેન્દ્રભાઈ રાણપરા: ઉપ પ્રમુખપદે હેમેન્દ્રભાઈ ચૂંટાયા

રાજકોટના જયેન્દ્રભાઈ રાણપરાનો 7 મતે વિજય :હેમેન્દ્રભાઈને સૌથી વધુ 68 મત મળ્યા

 

રાજકોટ :શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટે તાજેતરમાં અમદાવાદમાં ચૂંટણી યોજાયેલ હતી જેમાં મૂળ ચકમપરના અને મૂળ રાજકોટના ડો,જયેન્દ્રભાઈ રાણપરાનો પ્રમુખપદે ભવ્ય વિજય થયો હતો તેઓની પેનલના ઉપપ્રમખ પદના ઉમેદવાર હેમેન્દ્રભાઈ સોનીનો ઉપ્રમુખપદે વિજય થયો હતો

  વિશ્વભરમાં ફલક ધરાવતી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવાર મેદાનમાં હતા જેમાં રાજકોટના અને છેલ્લા કેટલાક મહિનાથી અમદાવાદ સ્થાયી થયેલા ડો,જયેન્દ્રભાઈ રાણપરા,લીબડીના દેવાભાઇ સોની અને સુરતના ભરતભાઈ લાઠીવાળા જયારે ઉપપ્રમુખ પદ માટે અમદાવાદના હેમન્દ્રભાઈ સોની ગાંધીનગરના નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા અને મહામંડળમાં મહામંત્રી તરીકે બહોળો અનુભવ ધરાવતા મહેન્દ્રભાઈ સોની,વચ્ચે સ્પર્ધા હતી

   દેશ વિદેશમાંથી ઉપસ્થિત શ્રીમાળી સોની સમાજના મહાસમિતિના સભ્યો અને આમંત્રિત લોકોની હાજરીમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં પ્રમુખપદના ઉમેદવાર ડો,જયેન્દ્રભાઈ રાણપરાને 64 મત,અને દેવાભાઇ સોનીને 57 મત જયારે ભરતભાઈ લાઠીવાળાને 2 મત મળતા ડો,જયેન્દ્રભાઈ રાણપરા પ્રમુખ તરીકે વિજયી જાહેર થયા હતા

  જયારે ઉપપ્રમુખના ઉમેદવાર હેમેન્દ્રભાઈ સોનીને 68 મત,મહેન્દ્રભાઈ સોનીને 55 મત મળતા હેમન્દ્રભાઈ વિજયી જાહેર થયા હતા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌએ વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવી હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે કુલ 124 મહાસમિતિના સભ્યોએ મતદાન કર્યું હતું જેમાં પ્રમુખપદના ઉમેદવાર જયેન્દ્રભાઈ રાણપરાને 64,દેવાભાઇને 57 અને ભરતભાઈ સોનીને 2 મત મળ્યા હતા જયારે ઉપપ્રમુખપદના ઉમેદવાર હેમેન્દ્રભાઈ સોનીને 68 મત,અનર મહેન્દ્રભાઇને 55 મત મળ્યા હતા આમ હેમેન્દ્રભાઈ સોનીને સૌથી વધુ 68 મત મળ્યા હતા

(12:55 am IST)