Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વધુ એક વિસ્તારના રહેવાસીઓ નેતાઓથી નારાજ : વોર્ડ નં. ૧૧માં મતદાનનો બહીષ્કાર

રાજકોટ : શહેરમાં મ.ન.પા.ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે જે વિસ્તારમાં રોડ-રસ્તા-પાણી જેવી પ્રાથમિક -સુવિધાઓ તેથી તેવા કેટલાક વોર્ડના વિસ્તારવાસીઓ ભારે નારાજગી જોવા મળે છે. હજી થોડા દિવસ અગાઉ મોટા મવાનાં રંગોલી  પાર્ક વિસ્તારનાં રહેવાસીઓએ મતદાનના બહીષ્કારનાં બેનરો લગાડી વિરોધ દર્શાવેલ હતો. ત્યાં આજે ફરી વોર્ડ નં. ૧૧ના જે વિસ્તારમાં રોડ -પાણીની સુવિધા નથી તે વિસ્તારની સોસાયટીઓનાં રહેવાસીઓએ આજે હાથમાં બેનરો સાથે મતદાનના બહીષ્કારની ચિમકી ઉચ્ચારી હતી. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:39 pm IST)