Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વેલેન્ટાઇન ડે નિમિતે મોટલ ધ વિલેજ ખાતે રોમેન્ટીક થીમ સાથે કેન્ડલ લાઇટ સેટ અપ

રાજકોટ,તા. ૧૨: સંતશ્રી વેલેન્ટાઇન જે દુનિયાભરમાં પ્રેમ સ્નેહ સદભાવ ફેલાવતા એની યાદમાં ૧૪ ફેબ્રુઆરીના પ્રેમનાં પ્રતિક સમાન તહેવાર 'વેલેન્ટાઇન ડે' તરીકે ઉજવાઇ છે. 'પ્રેમ' એટલે કપલ્સનો જ નહીં પરંતુ સમગ્ર માનવજાતનો 'પ્રેમ' -માતા -પિતા પ્રત્યે -ભાઇ-બહેન પ્રત્યે -મીત્રો પ્રત્યે પ્રેમ લાગણી વ્યકત કરવાનો દિવસ એટલે 'વેલેન્ટાઇન દિવસ' મોટલ ધ વિલેજ પણ આ તહેવાર હમેશાંની જેમ ખૂબ જ ઉત્સાહ -ઉમંગથી રાજકોટવાસી સાથે ઉજવવા તૈયાર છે.

રોમાન્ટીક થીમ -આકર્ષક કેન્ડલ લાઇટ સેટઅપ મધુર રોમાન્ટીક ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝીક આપની સાંજને આપના 'પ્રિતી પાત્ર' સાથે રોમાન્ટી -અવિસ્મરણીય બનાવી દેશે. સાથે સેલ્ફી સ્ટેજમાં ફોટોજ પાડીને આ દિવસને લાઇફ ટાઇમ માટે ગોલ્ડન મેમરીઝ તરીકે યાદ રહી જશે.

અતિથિ માટે ૧૪ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી આલા કાર્ટમાં ૧૫ % ડિસ્કાઉન્ટ ઓફર કરેલ છે. એમ-ટીવી ના ઉત્તમ ગુણવતા યુકત, સ્વાદિષ્ટ આલાર્કાટ મેન્યુનો લાભ ગ્રાહકોએ ઉઠાવવા તેમજ રાજસ્થાની નૃત્યુ કથપુતલી લાઇવ ગઝલ, ડિસ્કોથેક -ઇેન્ડોર ગેઇમ, એડવેન્ચર સ્પોર્ટનો પણ લાભ મળશે.

(4:37 pm IST)