Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કોરોનાના નિયમો પક્ષ માટે નહિ, પ્રજા માટે

રાજકોટ : સરકારની ગાઇડ લાઇન મુજબ કોરોના ના કારણે છ ફૂટનું અંતર માસ્ક, સેનિટાઇઝેશન વગેરે ફરજીયાત છે. પણ આ નિયમો ભાજપ-કોંગી જેવા પક્ષોએ નહિ માત્ર પ્રજાએ જ પાળવાના હતા તેવી સ્થિતિ છે. આજે જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોએ ફોર્મ રજૂ કરવા જતા ૫ૂર્વ બહુમાળી ચોકમાં મિલન રાખેલ  જયાં ટોળાશાહી ઢબે કોરોનાની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો. સામાન્ય લોકો પર આકરી રહેતી પોલીસને આવા દૃશ્યો નહિ દેખાતા હોય ?  (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:36 pm IST)