Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વાહન ચોરીના ગુનામાં દસ વર્ષથી ફરાર ગટુ પકડાયો

રાજકોટ,તા. ૧૨: શહેરમાં અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ, અમીતભાઇ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ, કુલદીપસિંહ, સંજયભાઇ, તથા પ્રદીપસિંહ સહિતે બાઇક ચોરીના ગુનામાં દસ વર્ષથી ફરાર ગટુ સોલારભાઇ કામળીયા (ઉવ.૩૮) (રહે. અરડોઇ તા. કોટડાસાંગાણી) ને ગોંડલ ચોકડી પાસેથી પકડી લીધો હતો.

(4:33 pm IST)