Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રવિવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે વેલેન્ટાઈન- ડે ઉત્સવનું આયોજન

માસ્ક, હેન્ડ સેનીટાઈઝેશન- સોશ્યલ ડિસ્ટન્શન સાથે કાર્યક્રમ

રાજકોટઃ ઓશોના સૂત્ર ઉત્સવ આમારા જાતિ, આનંદ અમારા ગોત્રને સાર્થક કરતાં વિવિધ કાર્યક્રમો જેવાકે ઓશો ધ્યાન શિબિરો એશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન, કિર્તન-ગીત, સંગીત વિવિધ સંમ્પ્રદાયોના ઉત્સવો- વિશ્વદિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નિયમીત છેલ્લા ૩૫ વર્ષથી અવાર- નવાર ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહ્યા છે.

તા.૧૪ને રવિવારને રોજ વેલેન્ટાઈન ડે નિમિતે સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમ્યાન વેલેન્ટાઈન-ડે ઉત્સવ, સંધ્યા ધ્યાન તથા ઓશો પ્રવચનનું આયોજન કરવામાં આવેલ છે.

સંત વેલેન્ટાઈનના નામ ઉપરથી દરવર્ષે વેલેન્ટાઈન-ડેની ઉજવણી અબાલ- વૃધ્ધમાં સૌ કોઈ કરે છે. જેના અનુસંધાને રાજકોટના ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર વર્ષોથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે.

ઓશો કહે છે કે કિચડમાં કમળ ખીલે તેવી રીતે પ્રેમને ભોગથી યોગ સુધી પહોચાડવાનો છે. ફોગટ બ્રહ્મચર્યમાંથી વિકૃતિ અને વાસના ઉત્પન થાય છે. વિશુધ્ધ પ્રેમ નહી. વિસુધ્ધપ્રેમની પ્રાપ્તી રોટી, કપડા, મકાનની જરૂરીયાત પૂરી થઈ ગયા પછી જે સમૃધ્ધી અને વિપુલ માત્રામાં સુખ વધે છે. તેનાથી થયા છે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪, વૈદવાડી, 'ડી' માર્ટ પાછળની શેરી રાજકોટ

કાર્યક્રમમાં સહભાગીતા માટે આધારકાર્ડની ઝેરોક્ષ લાવવી અત્યંત જરૂરી છે. વિશેષ માહિતી સ્વામી સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ મો.૯૮ર૪૮ ૮૬૦૭૦

(4:33 pm IST)