Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સિમેન્‍ટ-સ્‍ટીલનો ભાવ વધારો કાબુમાં લેવા રેગ્‍યુલટરી ઓથોરીટી જરૂરીઃ બિલ્‍ડરોનું કલેકટરને આવેદન

અન્‍ય રાજયોમાં ઓછા ભાવે સિમેન્‍ટ, સ્‍ટીલ અપાય છે માત્ર ગુજરાતમાં ભાવ વધારો અન્‍યાયીઃ પરેશ ગજેરા, દિલીપ લાડાણી, વિરલ પટેલ સહીતના હોદેદારોની રજુઆત

સિમેન્‍ટ-સ્‍ટીલના ભાવ વધારા અંગે રાજકોટ બિલ્‍ડર્સ એસો.ના નેના તળે આજે શહેરના ૧૦૦ થી વધુ બિલ્‍ડરોએ હડતાલ પાડી કલેકટર રૈમ્‍યા મોહનને આવેદનપત્ર પાડવાયેલ તે વખતની તસ્‍વીરઃ (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧રઃ અત્રેના રાજકોટ બિલ્‍ડર્સ એસો.ના નેજા તળે આજે બિલ્‍ડરોએ હડતાલ પાડીને સિમેન્‍ટ-સ્‍ટીલના ભાવ વધારાને કાબુમાં લેવા સરકાર રેગ્‍યુલટરી ઓથોરિટીની નિમણુક કરે તેવી માંગ સાથે આ બાબતે કલકેટર રેમ્‍યા મોહનને આવેદનપતર પાઠવ્‍યું હતું.

આ આવેદનપત્ર આપતી વખતે એસોશીએસનના હોદેદારો, પરેશ ગજેરા, દિલીપભાઇ લાડાણી, ભરતભાઇ પટેલ, અમિતરાજા, અમિત ત્રાબડિયા, વગેરે સહીતના બિલ્‍ડર અગ્રણીઓ જોડાયા હતા.

આ આવેદન પત્રમાં જણાવાયું કોવીડના લીધે અમલી લોકડાઉન અને ત્‍યારબાદ મળેલ દિશાનિર્દેશના અમલ સાથે બાંધકામ વ્‍યવસાયકારો દ્વારા તેમના પ્રોજેકટસ ઉપર ચાલી રહેલ કામગીરી હવે ધીરે-ધીરે સામાન્‍ય થવા તરફ થઇ રહી હતી. ત્‍યારે જ સ્‍ટીલ અને સિમેન્‍ટ કંપનીઓ દ્વારા કાર્ટેલ કરીને કોઇ જ વ્‍યાજબી કારણ વગર અચાનક ભાવ વધારો કરેલ છે તેમજ શોર્ટ સપ્‍લાય પણ કરેલ છે. વધુમાં ડામર, ડીઝલ તથા અન્‍ય મટીરીયલ્‍સના ભાવોમાં પણ અસહ્ય વધારો થઇ ગયેલ છે જેના પરિણામે બાંધકામ ખર્ચમાં ખુબ જ વધારો થયેલ છે અને રો મરીરીયલની ખેંચના લીધે વિકાસની ગતિ પણ ધીમી પાડવાથી રાજયનો વિકાસ રૂધાઇ રહેલ છે તેની સીધી અસર આ વ્‍યવસાય ઉપર નભતા કરોડો નાગરિકોના પરિવારોને તેમજ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ રપ૦ થી વધુ ઇન્‍ડસ્‍ટ્રીયલને થઇ રહેલ છે. જેના પરિણામે રાજયમાં બેકારીનું પ્રમાણ વધવાથી અનેક સમસ્‍યાઓ સર્જાય તેવી ભીતિ છે.

ગુજરાત રાજયના સિમેન્‍ટ ઉત્‍પાદન કંપનીઓ હાલ દેશના અન્‍ય રાજયોમાં ઓછી કિંમતે સિમેન્‍ટનું વેચાણ કરવામાં આવે છે જયારે ટ્રાન્‍સપોર્ટેશન ઉપરાંત અન્‍ય ખર્ચાઓ ગુજરાતમાં વેચાણ માટે ઓછા થાય તેમ છતાં ગુજરાત રાજયમાં સિમેન્‍ટ અન્‍ય રાજયોની સરખામણીમાં મોઘા ભાવે પ્રાપ્ત થાય છે તે તદૃન બિનવ્‍યવહારરિક છે અને તર્કસંગત નથી. આ અંગે ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતમાં સીમેન્‍ટ ઉત્‍પાદન કરતી કંપનીઓ ઉપર કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

આથી સિમેન્‍ટ અને સ્‍ટીલના ભાવો માટે સરકારશ્રી દ્વારા અન્‍ય સેકટરના નિયમન માટે કરેલ. રેગ્‍યુલેટરી ઓથોરીટીની જેમ તાકીદે એક અલગ રેગ્‍યુલેટરીની રચના કરવી જોઇએ. જેથી સિમેન્‍ટ અને સ્‍ટીલના ઉત્‍પાદન કરતી કંપનીઓ દ્વારા છાશવારે ગેરકાયદેસર રીત કાર્ટેલ રચીને કરવામાં આવતા અસહ્ય ભાવ વધારા અને શોર્ટ સપ્‍લાયની નીતિ ઉપર નિયંત્રણ કરી શકાય અને રાજયમાં બાંધકામ અને ઇન્‍ફ્રાસ્‍ટકચરને લગતા વિકાસ કામો ઝડપથી પુરા કરી પ્રધાન મંત્રીશ્રીના હાઉસીંગ ફોર ઓલ અને એફોર્ડેબલ હાઉસીંગના સ્‍વપ્‍નને સાકાર કરવામાં અને નાગરિકોને સમયસર આવાસોની પૂર્તતા કરવામાં અમો આપના સહભાગી બની શકીએ.

(4:27 pm IST)