Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો ભારે ધસારો : રાજકોટ-જેતપુર-ગોંડલ-લોધીકા-કોટડા-પડધરીમાં ફોર્મ ભરાયા

કોંગ્રેસના ઉમેદવારો તાલુકા મામલતદાર-ટીડીઓ પાસે પણ પહોંચ્યાઃ રાજકોટ તાલુકાની કુલ રર બેઠકો : બપોરે ર સુધીમાં જુની કલેકટર કચેરી-જીલ્લા પંચાયત ખાતે આગેવાનો ભૂપતસિંહ-અર્જુન ખાટરીયા સહિતનાએ ફોર્મ ભર્યા

રાજકોટ તા. ૧ર : રાજકોટ જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાનું ચાલુ છે. આજે બપોરે ર સુધીમાં વિવિધ સ્થળો ઉપર ભાજપ-કોંગ્રેસના જાહેર થયેલા આગેવાનો અને ઉમેદવારોએ ફોર્મ ભરવા ભારે ધસારો કર્યો હતો બપોર સુધીમાં રાજકોટ-પડધરી-જેતપુર-ગોંડલ-લોધીકા-કોટડાસાંગાણી તાલુકાની સીટો અને જીલ્લા પંચાયતોની સીટો થઇને ૩પ થી વધૂ ફોર્મ ભરાયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.જુની કલેકટર કચેરીએ સીટી પ્રાંત-રજન ચરણસિંહ ગોહીલ સમક્ષ જીલ્લા છ બેઠકો આણંદપર, બેડી, બેડલા, કસ્તુરધામ, કુવાડવા-સરધાર માટે ભાજપના ઉમેદવાર ભૂપત બોદર સહિતના આગેવાનોએ કેસરીયા ખેસ સાથે ફોર્મ ભર્યાહતા ત્રંબાની બેઠક ઉપર ભાજપના સંજય રંગાણી બપોરે રાા વાગ્યા આસપાસ ફોર્મ ભરનાર હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

તો લોધીકા-પડધરી, કોટડાસાંગાણીની ૬ બેઠકો માટે રૂરલ પ્રાંતશ્રી દેસાઇ સમક્ષ ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ ૯ જેટલા ફોર્મ રજુ કર્યા હતા, ભાજપના પ ઉમેદવારો તો કોંગ્રેસના શ્રી અર્જુનભાઇ ખાટરીયા સહિતના આગેવાનોએ ઝૂંકાવ્યું હતું, જયારે કોટડાસાંગાણી તાલુકાની બે બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો બપોરે ર વાગ્યા બાદ ફોર્મ ભરનાર હોવાનું સાધનોએ કહ્યું હતું.

જીલ્લા પંચાયત ખાતે ગોંડલ અને જેતપુર તાલુકાની બેઠકો માટે ફોર્મ ભરાયા તેમાં ગોંડલમાં ૬, અને જેતપુરમાં -૪ ફોર્મ આર.ઓ. સમક્ષ રજુ થયા છે.

આ ઉપરાંત જુની કલેકટર કચેરી ખાતે તાલુકા મામલતદાર શ્રી કમીરીયા સમક્ષ રાજકોટ તાલુકાની ૧૧ બેઠક માટેનો ટીડીઓ સમક્ષ રાજકોટ તાલુકાની અન્ય ૧૧ બેઠક માટે ફર્મો ભરાયાનું અધીકારી સૂત્રોએ જણાવ્યુ હતું., રાજકોટ તાલુકાની કુલ રર બેઠકો છે. બપોરે ર સુધીમાંં મામલતદાર શ્રી કથીરીયા સમક્ષ ભાજપ-કોંગ્રેસ-અપક્ષ સહિત કુલ ર૦ ફોર્મ ભરાયાનું સાધનોએ કહ્યું હતું.

(3:50 pm IST)