Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વોર્ડ નં.૧૦ ભાજપનો ગઢ, વધુને વધુ લીડ અપાવવા કાર્યકરોને કોલ આપતા નીતિન ભારદ્વાજ

રાજકોટઃ શહેરના વોર્ડ નંબર ૧૦ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો ભવ્ય શુભારંભ યોજાયો આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી અને સુરેન્દ્રનગરના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા યુવી કલબના એમડી મહેન્દ્રભાઈ ફળદુ, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન રમેશભાઇ ટીલાળા, ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ હસુભાઈ ભગદેવ, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠ, બ્રહ્મ સમાજના આગેવાન રામભાઈ મોકરીયા, રાજકોટ ઠાકોર સાહેબ માધાસિંહ જાડેજા,  આર.પી. જે. ગ્રુપ ના ચેરમેન આર પી જાડેજા, બ્રહ્મ સમાજના અગ્રણી ડો. એન ડી શીલુ, ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ પી. ટી. જાડેજા, ગુજરાત રાજપુત કરણી સેનાના પ્રમુખ જે પી જાડેજા, પટેલ પ્રગતિ મંડળના છગનભાઈ ભોરણીયા વોર્ડ નંબર ૧૦ના પ્રભારી દિનેશભાઈ કારીયા, ચૂંટણી ઇન્ચાર્જ પરેશભાઈ હુંબલ,  પ્રમુખ રજનીભાઈ ગોળ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના વિ. ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે નીતિનભાઈ ભારદ્વાજ જણાવેલ કે વોર્ડ નંબર ૧૦ ભાજપ પક્ષ નો ગઢ છે અને દરેક વખતે લીડ પણ વધુ હોય છે જે પરંપરા જાળવી રાખવા કાર્યકરોને અપીલ કરેલ શહેરના વિકાસમાં રાજ્ય સરકારનો અદકેરો સહયોગ મળેલ છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોવાથી શહેરના વિકાસ માટે માગ્યા વિના અનેક પ્રોજેકટ મળેલ છે જેમકે નવ બસ સ્ટોપ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, એમ્સ હોસ્પિટલ, ઓવરબ્રિજ અંડર બ્રિજ તેમજ રાજકોટ અમદાવાદ ૬લેન, નવું રેસકોસ સહિત અનેક પ્રોજેકટ આપેલ છે દિલ્હીમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ કાશ્મીરમાં ૩૭૦ કલમ હટાવી રામ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું દેશને વિજય ના શિખર લઈ જવા અનેક કાર્યો કરેલ છે તેમ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈએ પણ રાજ્યને અનેક નામના અપાવેલ છે.

આ પ્રસંગેના પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય છેલ્લા પાંચ વર્ષમાં વોર્ડ નંબર ૧૦માં   પેવર, ડામર  કારપેટ પેવિંગ બ્લોક, પાણી ની પાઈપ લાઈન ડેનજ વગેરે  મળી કરોડો રૂપિયાના ખર્ચે પ્રાથમિક સુવિધા  સાથે રૂપિયા ૧૧ કરોડના ખર્ચે અધતન અમૃત ઘાયલ એ સી કોમ્યુનિટી હોલ, ફૂડઝોન, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજીરોટી મળે તે માટે સુવિધા સાથેના વોકસઝોન બનાવવામાં આવેલ તેમજ નિર્મલા રોડ પર આધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાર્ટરની કામગીરી ચાલુ તેમ જણાવેલ.

જૈન સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ જણાવેલ કે રાજ્યમાં રાજકોટના સપુત મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી અને રાજકોટ મહાનગરપાલિકાના પણ ભાજપના શાસનથી શહેરનો પૂરપાટ વેગે વિકાસ આગળ વધી રહેલ છે . ભાજપ ના અગ્રણી જીતુભાઈ રાજકોટના નગરજનોનો હમેશ ભાજપ પક્ષ અને સાથ સહકાર મળતો રહ્યો છે અને મળતો રહેશે.

બ્રહ્મ સમાજના અગ્રણી રામભાઇ મોકરીયા જણાવેલ કે બ્રહ્મ સમાજ હમેશ ભાજપ સાથે રહેલ છે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ પક્ષ ફરી શાસનની ધુરા સંભાળશે.

આ પ્રસંગ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવેલ. વોર્ડ નંબર ૧૦ના ભારી દિનેશભાઈ કારીયા ચારેય ઉમેદવારોનું ટૂંકો પરિચય આપેલ હતો. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:49 pm IST)