Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની હત્યા કેસમાં મહિલા આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા., ૧૨: રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનના વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલ હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં મહીલા આરોપીની સેસન્સ કોર્ટમાં જામીન અરજી નામંજુર થતા જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મંજુર થયેલ છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે તા.૩૦ના રોજ રક્ષણ માટે મુકાયેલી પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તીક્ષ્ણ હથીયાર વડે કરવામાં આવેલ હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના પ૭ વર્ષના ગરાસીયા પ્રૌઢની હત્યા થઇ હતી જયારે અન્ય બે વ્યકિત ધરાવતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફ હરેન્દ્રસિંહ જાડેજાની ફરીયાદના આધારે મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષ્મણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઇ રાઠોડ, દેવુબેન મગનભાઇ રાઠોડ, દક્ષાબેન લક્ષ્મણભાઇ રાઠોડ, કાંતાબેન રમેશભાઇ રાઠોડ, કલ્પેશ ભીખુભાઇ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઇ, ભુપત નાથાભાઇ, રોનક નાથાભાઇ, પોપટ વશરામભાઇ, કેસુબેન વશરામભાઇ, ચનાભાઇ વશરામભાઇ, શામજી બચુભાઇ,  શામજી બચુભાઇ, અક્ષિતભાઇ છાયા સામે આઇપીસી કલમ ૩૦૨, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦ (બી) વિગેરે મુજબ હતયાનો ગુનો નોંધીને ઉપરોકત શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં મહિલા આરોપી કાંતાબેન રાઠોડની જામીન અરજી રાજકોટ કોર્ટમાં રદ થતા હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આરોપી તરફે તેમના એડવોકેટ દ્વારા કાયદા વિષયક વિસ્તાર પુર્વકની દલીલો તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને ગુજરાત હાઇકોર્ટે તે દલીલો માન્ય રાખીને મહિલા આરોપીને રેગ્યુલર જામીન ઉપર છોડવાનો  હુકમ ફરમાવેલ છે.

આ કામે મહિલા આરોપી કાંતાબેન રમેશભાઇ રાઠોડ તરફે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે કર્ણ એચ.ઢોમસે તથા રાજકોટ ખાતે યુવા એડવોકેટ કલ્પેશ એલ.સાકરીયા, રાહુલ બી.મકવાણા રોકાયેલ હતા.

(3:48 pm IST)