Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કોમેડિયન જોની લિવર મિઠાઇવાલા વેપારીના રોલમાં: S S મિઠાઇના આંગણે શુટીંગ થયું

'હું મારી વાઇફ ને એનો હસબન્ડ' ફિલ્મનું રાજકોટમાં ચાલતું ધમધોકાર શુટીંગ

રાજકોટઃ કોકોનટ મોશન પિકચર્સ 'હું મારી વાઇફ ને એનો હસબન્ડ' નામની ફિલ્મનું રાજકોટમાં ધમધોકાર શુટીંગ ચાલી રહ્યું છે. નિર્માતા રશ્મિન મજીઠીયા અને દિગ્દર્શક ધર્મેશ મહેતાની આ ફિલ્મમાં છબીકલા અશોક સલીઆનની છે. ફિલ્મમાં બોલીવૂડના ખુબ જાણીતા કોમેડીયન જોની લિવર પણ મિઠાઇવાલા વેપારીનો રોલ ભજવી રહ્યા છે. જોની લિવરના દ્રશ્યોનું શુટીંગ રાજકોટ સહિત દેશ વિદેશમાં સુવિખ્યાત એસએસ મિઠાઇ-નમકીનના આંગણે કરવામાં આવ્યું છે. મવડી રોડ પર આવેલી શિવશકિત ડેરી (એસએસ) મિઠાઇવાળા શ્રી મનસુખભાઇ અકબરી, જગદીશભાઇ અકબરી, બ્રિજેશભાઇ અકબરીએ જોની લિવરને આવકાર્યા હતાં. આ તકે હેમાંગ સગપરીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ-સહકાર ગ્રુપ) પણ ખાસ હાજર રહ્યા છે. તસ્વીરમાં જોની લિવર સાથે એસએસ મિઠાઇ-નમકિનના કર્તાહર્તા સહિતના જોઇ શકાય છે. સવારે નવ વાગ્યાથી શુટી઼ગ ચાલુ થયું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:47 pm IST)