Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વિદેશી દારૂના ત્રણ દરોડાઃ ૩૮ બોટલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ

ક્રાઇમ બ્રાંચની ટીમે મનીષ ભાયાણી, ભકિતનગર પોલીસે આફતાબ કાદરીને પકડી લીધા

રાજકોટ, તા., ૧૨: શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી  વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ.કડીયાના માર્ગદર્શન  હેઠળ પીએસઆઇ જી.એસ.ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઇ, આનંદભાઇ, શૈલેષભાઇ, નરસંગભાઇ, વિજયભાઇ, જયદીપભાઇ, કિરણભાઇ, યુવરાજસિંહ, સહદેવસિંહ અને રમેશભાઇ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. વિજયભાઇ અને જયદીપભાઇ તથા રમેશભાઇને મળેલી બાતમીના આધારે ચુનારાવાડ શેરી નં. ૧ આજી નદીના કાંઠા પાસે દરોડો પાડી વિદેશી દારૂની ૧૯ બોટલ કબ્જે કરી કૈલાબેન રમેશભાઇ સોલંકી (રહે. ચુનારાવાડ શેરી નં. ૧)ની શોધખોળ હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ  વી.જે.જાડેજા, એએસઆઇ જયેશભાઇ નીમાવત, રાજદીપસિંહ, ચેતનસિંહ, હેડ કોન્સ. મહેન્દ્રસિંહ, ભરતસિંહ, હિતેન્દ્રસિંહ સહીત પેટ્રોલીંગમાં હતા. ત્યારે જયેશભાઇ અને ભરતસિંહને મળેલી બાતમીના આધારે કોઠારીયા રોડ ઘનશ્યામનગર શેરી નં. ૧૦માંથી મનીષ કીશોરભાઇ ભાયાણી (ઉ.વ.૩૪) (રહે. ઘનશ્યામનગર શેરી નં. ૧૦)ને જીજે૩ એચપી રપ૧૪ નંબરના એકસેસમાંથી દારૂની સાત બોટલ સાથે પકડી લીધો હતો.

દારૂની ૧૦ બોટલ સાથે આફતાબ ઝબ્બે

ભકિતનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને રણજીતસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે. કામલીયા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ સહીતે જંગલેશ્વર અંકુર સોસાયટી શેરી નં.૬માં આરએમસી કવાર્ટર પાસેથી આફતાબ સલીમભાઇ કાદરી (ઉ.વ.ર૦) (રહે.અંકુર સોસાયટી પાસે આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૧૧)ને દારૂની ૧૦ બોટલ સાથે પકડી લીધો હતો.

બોલેરોમાંથી દારૂ સાથે એક પકડાયો

આજી ડેમ પોલીસના પીઆઇ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એન.વાઘેલા સહીતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન ભાવનગર રોડ આર.કે.યુનિવર્સિટી પાસેથી એમ.પી. ૧૪ જી.સી. ૯૬પ નંબરની બોલેરોમાંથી બલવંતસિંઘ રામસીંઘ સિસોદીયા (ઉ.વ.ર૭) (રહે.ખાખરેચા ગામ મધ્યપ્રદેશ) ને વિદેશી દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો.

(3:20 pm IST)