Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

બેડી પાસે સાત, મવડી ઓવરબ્રીજ નીચેથી છ અને મારૂતીનંદન નગરમાંથી પાંચ પત્તા ટીંચતા પકડાયા

આજીડેમ અને માલવીયા નગર પોલીસના ત્રણ દરોડા : ૧૮ શખ્સોની ધરપકડ

રાજકોટ,તા.૧૨ : કુવાડવાના બેડી (વાછકપર) ગામ પાસેથી સાત તથા માલવીયા પોલીસે મવડી ઓવરબ્રીજ નીચેથી ૬ અને વિશ્વેશ્વર મંદીર પાછળ મારૂતીનંદન નગરમાંથી પાંચને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બેડી (વાછકપર) ગામ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ મુકેશભાઇ સબાડ, દેવેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઇ. એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.જી. રોકડીયા, એએસઆઇ. હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ અરવિંદભાઇ, જયંતીભાઇ, કિશોરભાઇ, મનવીરભાઇ અને સંદીપભાઇ સહિતે બેડી તળાવના કાંઠા પાસે દરોડો પાડી જુગાર રમતા બેડી (વાછકપર)ના રામજી કમાભાઇ વાઢુકીયા, પ્રભુ અમૃતલાલભાઇ સોલંકી, રમઝાન ઉર્ફે નબુ મામદભાઇ કઇડા, નાગજી દેવજીભાઇ લીંબાસીયા, જેરામ વશરામભાઇ લીંબાસીયા, મોરબી રોડ પિતૃકસપા સોસાયટીના પ્રફુલભાઇ ગઢવી અને લાલદાસ રમેશભાઇ ગોંડલીયાને પકડી લઇ રૂ. ૨૭,૫૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં માલવીયા નગર પોલીસ મથકના કોન્સ. ભાવેશ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પી.આઇ. કે.એન. ભુકણ તથા પી.એસ.આઇ. વી.કે. ઝાલા, હેડ કોન્સ મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મુકેશભાઇ, રોહીતભાઇ તથા હિતેષભાઇ સહિતે દરોડો પાડી મવડી રોડ ઓવરબ્રીજ નીચે તીન પત્તીનો જુગાર રમતા નાનામવા રોડ મેઘમાયાનગર-૧ના કિશોર કલાભાઇ મુછડીયા, સુભાષનગર મેઇન રોડ સહકાર સોસાયટીના મનોજ રેવતીભાઇ ગૌસ્વામી, નારાયણનગરના કમલેશગીરી ચમનગીરી ગૌસ્વામી, આશાપુરાનગરના અજયગીરી વીજયગીરી ગૌસ્વામી, ચુનારાવાડ નવા થોરાળાના કૈલાશ ઉર્ફે લાલો વલ્લભભાઇ રાઠોડ અને દોઢસો ફૂટ રોડ કે.કે.વી. હોલ પાસે ઝુંપડામાં રહેતો રાજુ ગોવિંદભાઇ મકવાણાને પકડી લઇ રૂ. ૨૧૨૫૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં મવડી રોડ વિશ્વેશ્વર  મંદીર પાછળ મારૂતીનંદનનગર શેરીનં.૪માં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ગોંડલ રોડ ખોડીયારનગરના વનરાજસિંહ દેવસિંહ ભટ્ટી, શ્રીનાથજી સોસાયટીના રાજુ રવજીભાઇ ચાવડા, અંબીકા પાર્ક શેરીનં. ૨ના હિરેન ચીમનભાઇ પટેલ, લક્ષ્મીનગર શેરીનં.૪ના લલ્લુ બુધ્ધભાઇ તૈલી, અને મારૂતીનંદનનગર શેરીનં.૬ના જયરાજસિંહ દિલુભા ઝાલાને પકડી લઇ રૂ. ૧૩૩૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:19 pm IST)