Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

નવા ભળેલા વિસ્તારના વિકાસને વેગવંતો બનાવવા સતત સક્રિય રહેશું: વોર્ડ નં.૩ના ભાજપના ઉમેદવારો

સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનોનો ઝડપી નિકાલ લાવીશું: જાડેજા, ઉધરેજા, ટેકવાણી, દવે

રાજકોટ,તા.૧૨: શહેરના વોર્ડ નંબર-૩ના વણથંભી વિકાસ યાત્રા માટેનો સંકલ્પ ભાજપા ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી અને અલ્પાબેન દવે કર્યો છે. વોર્ડ નંબર -૩ના ઉમેદવારોએ જણાવ્યું હતું કે રાજકોટનો જે રીતે કાયાકલ્પ ભાજપ સરકારે કર્યો છે તેવી જ રીતે આ વિસ્તારનો વિકાસ કરીશું. ખાસ કરીને આ વોર્ડમાં નવા ભળેલા વિસ્તારના વિકાસને વેગવંતો બનાવવા અમે સતત સક્રિય રહેશુ.

તેઓએ જણાવ્યું હતું કે રોડ રસ્તા અને સફાઈ અમારા માટે પ્રાધાન્ય રહેશે ખાસ કરીને વરસાદ સમયે પોપટ પરા માટેની જે સમસ્યા સર્જાય છે તેમાંથી મુકિત અપાવવા વિસ્તાર વાસીઓને ખાતરી આપી હતી. આ વિસ્તારમાં આવેલા વોકળા ઓને સિમેન્ટ અને કોંક્રિટથી મઢી અને પાકા વોકળા બનાવીશું જેથી વરસાદ સમયે પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી ન થઈ શકે. આ વિસ્તારના ઉમેદવાર નરેન્દ્રસિંહ પૃથ્વી સિંહ જાડેજા જે જાણીતા સેવાભાવી અગ્રણી ઘોઘુભાના પુત્ર છે. જેમના નેતૃત્વમાં માધાપરના મનહરપુર ગામ નો વિકાસ અવિરત રહ્યો છે.

એવી જ રીતે વોર્ડ નંબર ત્રણ માટે ચારેય ઉમેદવારો સતત જાગૃત રહીને લોકોના પ્રશ્ને ઉકેલવા માટે દોડતા રહેશે આ ઉપરાંત સફાઇ કામદારોના જે પ્રશ્ન કોર્પોરેશનમાં અધ્ધરતાલ છે તેનું નિરાકરણ આવે તે માટેની કામગીરીને ઝડપી બનાવવામાં આવશે. છેલ્લા ૧૫ વર્ષ થી રાજકોટ તાલુકા પંચાયતમાં સફળતાપૂર્વક પ્રમુખ પદે રહી ચૂકેલા અને રાજકોટ તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ પૃથ્વી સિંહ જાડેજા જે ઘોઘુભાના નામથી ઓળખાય છે તેમના અનુભવનું ભાથું હવે તેમના પુત્ર અને આ વોર્ડના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા વિસ્તાર વાસીઓને આપશે.

તસ્વીરમાં વોર્ડ નંબર ૩ ના ઉમેદવારો નરેન્દ્રસિંહ જાડેજા (મો.૯૮૨૫૨ ૧૦૪૭૬ ), બાબુભાઈ ઉધરેજા (મો.૯૮૯૮૦ ૦૨૦૦૨), કુસુમબેન (મો.૯૮૨૫૨ ૭૬૦૫૫), અલ્પાબેન દવે (મો.૯૮૭૯૦ ૧૧૫૮૦)ની સાથે વોર્ડ પ્રભારી મનુભાઈ વઘાસિયા, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર અને ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.

(3:17 pm IST)