Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સૌરાષ્ટ્રના પ્રધાનોમાં એક માત્ર કુંવરજીભાઇ સ્ટાર પ્રચારક

રાજકોટ, તા. ૧ર : ભાજપ દ્વારા તાલુકા -જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચૂંટણી માટે ર૦ સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સિવાઇ સૌરાષ્ટ્રમાંથી રાજયના મંત્રી મંડળમાંથી એક માત્ર પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની પસંદગી કરવામાં આવી છે.

કોળી સહિત સમાજના વિવિધ વર્ગોમાં કુંવરજીભાઇની ખુબ ચાહના છે. મતદારોની ભાજપ તરફી આકર્ષવા પાર્ટીએ તેમની સ્ટાર પ્રચારક તરીકે પસંદગી કરી છે. તેઓ ઉપરાંત મંત્રી મંડળમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા અને પ્રદીપસિંહ જાડેજાને સ્ટાર પ્રચારક બનાવાયા છે.

(3:16 pm IST)