Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સગર્ભાવસ્થા સાથે વેકિસનેટર તરીકે સમાજ પ્રત્યેની ભુમિકા અદા કરતા નર્સ હેતલબેન

કોરાનાની રસીની અફવાથી દુર રહેવુ અને કોરાનાના અંત માટે રસીકરણ જરૂરી

રાજકોટ તા. ૧૨: કોરોનાના કપરા કાળમા કોરોનાને હરાવવા માટે અનેક ફ્રન્ટલાઈન કર્મવીરોએ પોતાનું  યોગદાનઆપ્યુ છે અને આપી રહ્યા છે. આવા સમયેફ્રન્ટલાઈન કર્મવીરો પૈકી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતા હેતલબેન માકડીયા  છ માસની સગભાવસ્થામાં પણ  પોતાને સેવાનો અવસર મળ્યો હોય તેમ માનીને વેકિસનેટર તરીકે પોતાની સમાજ પ્રત્યેની ભુમિકા અદા કરી રહ્યા છે.હેતલબેન માકડીયાએ જણાવ્યુ હતું કે  છેલ્લા સાત વર્ષથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપુ છું. કોરોનાના કપરા કાળમા હુ એનેમિયાની બિમારીનો સામનો કરી રહી હતી. મારી આ સમસ્યાના કારણે મને કોરોનાના દર્દીઓની સેવા કરવાનો મોકો નથી મળ્યો,તે વાતનુ દુઃખ હતુ. ઈશ્વર બધાને સમાન તક આપે છે તે ન્યાયે મને પણ સેવાની એક તક મળી...કોરોનાની રસીના વેકિસનેટર બનવાની.તેઓ જણાવે છે કે મારા પપ્પા એક આર્મીમેન છે. તે બોર્ડર પર દેશના લોકોનું રક્ષણ કરે છે અને મને દેશની અંદર સફેદ કોટ પહેરીને દેશ સેવા કરવાનો મોકો મળ્યો છે જે હુ ગુમાવવા માંગતી નહોતી. એટલે વેકિસનેશન કરવાની કામગીરીમા મે મારૂ નામ લખાવ્યુ અને તાલીમ લીધી. ૧૬મી જાન્યુઆરીથી લઈને શરૂ કરાયેલા વેકિસનેશનના પ્રથમ ફેઈઝથી લઈને આજદિન સુધી હુ કામગીરી કરી રહી છુ.

હેતલબેન માકડીયાએ વધુમા જણાવ્યું હતું કે,અહી અમારા ડોકટરો અને સહકર્મચારીઓ ઉમદા સ્વભાવના છે.આ લોકો મારી ખૂબ કાળજી રાખે છે અને મને મારી સગર્ભાવસ્થાના કારણે કોઈ સમસ્યા ન થાય તે માટે મને એકાંતરા ડ્યુટી સોપી છે.લોકોએ કોરાનાની રસીની અફવાથી દુર રહેવા અને કોરાનાના અંત માટે રસીકરણ કરાવવુ જરૂરી છે તેમ પણ અંતમાં તેમણે જણાવ્યું હતું.

(3:13 pm IST)