Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વિદેશી દારૂ, ઘરેલુ હિંસા સહિતના ગુનામાં હદપાર કરાયેલા ચાર શખ્સો પકડાયા

આજીડેમ પોલીસે હુસેન ઉર્ફે ગોલી, ભકિતનગર પોલીસે રીયાઝ અને અરબાઝ તથા ગાંધીગ્રામ પોલીસે વરધી સોલંકીની ધરપકડ કરી

રાજકોટ, તા. ૧૨ :. શહેરના અલગ અલગ વિસ્તારમાં વિદેશી દારૂ, ઘરેલુ હિંસા તથા મારામારી સહિતના ગુનામાં હદપાર કરાયેલા ચાર શખ્સોને પકડી લીધા છે.

આજીડેમ પોલીસ મથકના પીઆઈ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એમ. ઝાલા, હેડ કોન્સ. ઈન્દ્રસિંહ, કૌશેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ તથા શૈલેષભાઈ ગઢવી સહિતે બાતમીના આધારે આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં ૧૩ માસથી ફરાર હુસેન ઉર્ફે ગોલી મુસાભાઈ કુંઢા (ઉ.વ. ૩૦) (રહે. ગંજીવાડા શેરી નં. ૧૩)ને પકડી લીધો હતો. જ્યારે ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. દિવ્યરાજસિંહ તથા દિગ્વીજયસિંહ ગોહીલને મળેલી બાતમીના આધારે પીઆઈ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એસ. પટેલ, હેડ કોન્સ. ખોડુભા, કિશોરભાઈ, બ્રીજરાજસિંહ, વનરાજભાઈ તથા ગોપાલભાઈ સહિતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ઘરેલુ હિંસા અને મારામારીના ગુનામાં છ વર્ષથી નાસતા ફરતા વરધી ગોરધનભાઈ સોલંકી (ઉ.વ. ૪૪) (રહે. કાંગસીયાળી ગામ પાસે ઝૂપડામાં)ને પકડી લીધો હતો.

હદપાર કરાયેલા બે શખ્સો પકડાયા

શહેરમાં ભકિતનગર વિસ્તારમાં ટપોરી, ડિસ્ટ્રીશીટર, એમસીઆર, બુટલેગર તથા હદપાર કરાયેલા શખ્સોને ચેક કરવા અંગે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા ભકિતનગર પોલીસ મથકના પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે. કામળીયા, એએસઆઈ ફીરોઝભાઈ શેખ, હેડ કોન્સ. મનરૂપગીરી, રણજીતસિંહ, સલીમભાઈ, મનિષભાઈ, દિવ્યરાજસિંહ, વાલજીભાઈ, ભાવેશભાઈ, રણજીતસિંહ, રાજેશભાઈ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન મનરૂપગીરી અને મનિષભાઈએ બાતમીના આધારે હદપારી રીયાઝ ઉર્ફે લાલો રજાકભાઈ લીંગડીયા (ઉ.વ. ૨૫) (રહે. મોરારીનગર શેરી નં. ૫) અને અરબાઝ અજીતભાઈ પતાણી (ઉ.વ. ૨૦) (રહે. બાબરીયા કોલોની મેઈન રોડ)ને પકડી લીધા હતા.

(3:12 pm IST)