Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજકોટ તાલુકા પંચાયતના રાજકારણમાં ગરમાવો

ભાજપ સાથે છેડો ફાડતા લક્ષ્મણ સિંધવઃ ભૂપગઢ બેઠકમાં બળવો

રાજકોટ, તા. ૧૨ :. તાલુકા ભાજપના અગ્રણી રાજકોટ લોધિકા સહકારી સંઘના ડીરેકટર શ્રી લક્ષ્મણ સિંધવે પોતાને અન્યાય થયાની લાગણી સાથે ભાજપ સાથે છેડો ફાડયો છે. તેમણે જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધાનું જાહેર કર્યુ છે.

રાજકોટ તાલુકા પંચાયતની ભૂપગઢ-બેઠક પર મહિલા અનામત બેઠકમાં તેમણે પોતાના ધર્મપત્નિ શૈલાબેન સિંધવને એન.સી.પી. તરફથી લડાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપ બેઠક પર શારદાબેન સિંધવને લડાવવા માંગે છે.

(12:33 pm IST)