Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

આજે ૨ મોતઃ નવા ૧૧ કેસ

શહેરમાં ૧૯ હજાર હેલ્થ-ફ્રન્ટલાઇન વર્કર્સે લીધી કોરોનાની રસી

શહેરનો કુલ આંક ૧૫,૬૦૦એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૫,૩૦૮ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૮.૧૯ ટકા થયો

રાજકોટ, તા.૧૨:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજે ૨ મૃત્યુ થયા છેે.જયારે  શહેરમાં બપોર સુધીમાં ૧૧ કેસ નોંધાયા છે.તેમજ શેહરમાં આજ દિન સુધીમાં કુલ ૧૯ હજાર હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સેને રસી આપવામાં આવી છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૧નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૨ને  આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૨ દર્દીનું મૃત્યુ થયું છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૪૫૮  બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૧૧ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૧  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૬૦૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૫,૩૦૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૧૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૧૧૦૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૫૪ ટકા થયો  હતો. જયારે -- દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૭૯,૭૬૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૩૦૮  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૯ ટકા થયો છે.

બપોર સુધીમાં ૩૨૫ લોકોએ રસી લીધી

મ્યુ.કોર્પોરેશન દ્વારા આજે બપોરે ૧ વાગ્યા  સુધીમાંઅલગ અલગ સ્થળોએ ૩૨૫ હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના સામેની રસી આપવામાં આવી છે.

જયારે આજદિન સુધીમંા શહેરમાં૯૨૧૧ ફ્રન્ટલાઇન વર્કર્સ અને ૧૦ હજારથી વધુ હેલ્થ વર્કર્સને રસીકરણની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી  છે.

(3:11 pm IST)