Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જાણીતા ભજનિક જગમાલ બારોટનું રાજકોટમાં અવસાન

ગુજરાતી ભજન ક્ષેત્રમાં મોટી ખોટ પડી 'કટારી' સહિતના ભજનથી તેઓ લોકપ્રિય થયા'તા

રાજકોટ,તા. ૧૨: જાણીતા ભજનિક જગમાલ બારોટનુ રાજકોટમાં ગઇ કાલે ગુરૂવારે  અવસાન થતાં ઘેરો શોક છવાયો છે. તેમના અવસાનથી ગુજરાતી ભજન ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે.'કટારી' સહિતના ભજનથી તેઓ લોકપ્રિય થયા હતા.

ગુજરાતી ભજનક્ષેત્રે સમ્રાટ ગણાતા શ્રી જગમાલ બારોટે અનેક સંતવાણી, સ્ટેજ પ્રોગ્રામ આપ્યા હતા. જગમાલ બારોટ 'કટારી' અને 'હાટડીયે કેમ રહેવાશે ભાઈ' સહિતના ભજનથી લોકપ્રિય થયા અને નામના મેળવી હતી.

જગમાલ બારોટ શાળામાં ભણતા ત્યારથી જ ગાવાનો શોખ હતો. શાળામાં સાહેબ ગરબા, લોકગીતો અને દુહા ગાતા હતા. બજરંગદાસ બાપાએ જગમાલ બારોટ અને કાનદાસ બાપુની કસોટી કરી હતી. જગમાલ બારોટે કાનદાસ બાપુને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા. બજરંગદાસ બાપાના સાનિધ્યમાં તેમણે ભજન કર્યા હતા.

સ્વ. જગમાલ બારોટની સ્મશાન યાત્રામાં કરશન સાગઠીયા, હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી, વિષ્ણુપ્રસાદ દવે, સાંઇરામ દવે, બિહારીદાન ગઢવી સહિતના કલાકારો જોડાયા હતા. અને શ્રધ્ધાંજલી અર્પી હતી.

(11:53 am IST)