Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

૬ વર્ષની બાળાને બોર ખાવા બોલાવી ઢગાનો બળાત્કાર

કુવાડવા નજીકના બારવણની ઘટનાઃ બાળા રડતી રડતી આવતાં પરિવારજનોએ પુછતાછ કરતાં વિતક વર્ણવીઃ રાજસ્થાન ભીલવાડાના હવસખોર ૨૦ વર્ષિય મજૂર રામલાલને એરપોર્ટ પોલીસે દબોચી લીધોઃ ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં એસીપી એસ. આર. ટંડેલ તથા પીઆઇ એમ. સી. વાળા અને ટીમની ત્વરીત આકરી કાર્યવાહી : હવસખોરને એરપોર્ટ પોલીસે દબોચ્યો

રાજકોટ તા. ૧૧: હવસખોરીની વધુ એક ઘટના સામે આવી છે. ગઇકાલે એક બનાવમાં ધોરણ-૧૨ની છાત્રાને તેણીના ભાઇને મારી નાંખવાની ધમકી આપી એક ઢગાએ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં યુનિવર્સિટી પોલીસે ત્વરીત કાર્યવાહી કરી હવસખોરની ધરપકડ કરી હતી. ત્યાં આજે કુવાડવા નજીકના એરપોર્ટ પોલીસ મથક હેઠળના બારવણ ગામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ફૂલડા જેવી ૬ વર્ષની બાળાને મુળ રાજસ્થાનના ભીલવાડા પંથકના ૨૦ વર્ષના ઢગાએ બોર ખાવાના બહાને સાથે લઇ જઇ તેણીનો દેહ પીંખી નાંખતા  ચકચાર મચી ગઇ છે. ઘટના જાહેર થતાં જ ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં એસીપી એસ.આર. ટંડેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. સી. વાળા અને તેમની ટીમે તુરત જ હરકતમાં આવી હવસખોર આરોપીને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ મુળ રાજસ્થાનના ભીલવાડા પંથકનો રામલાલ બાબુજી ખદેરા નામનો ૨૦ વર્ષનો શખ્સ પોતાના જ પંથકના કોન્ટ્રાકટર મારફત બારવણ ગામમાં કુવા ખોદવાની મજૂરી કરવાના કામ માટે આવ્યો છે. આજે બપોરે રામલાલ મજૂરો જમવા માટે આસપાસમાં ગયા હતાં ત્યારે એકલો હોઇ નજીકમાં રમી રહેલી ૬ વર્ષની બાળાને જોઇ દાનત બગડી હતી. હવસખો કિડો સળવળતા તે ભાન ભુલ્યો હતો અને બાળા પાસે જઇ પહેલા તો વાતો કરી હતી એ પછી તેણીને બોર ખવડાવવાના બહાને નજીકની અવાવરૃ જેવી જગ્યાએ લઇ ગયો હતો અને ગભરૃ ફુલડા જેવી બાળાને પીંખી નાંખી હતી.

થોડીવાર બાદ બાળા રડતી રડતી આવતાં પરિવારજનોએ શું થયું? તેમ પુછતાં બાળાએ કાલીઘેલી ભાષામાં વાત કરતાં તેની સાથે કંઇક ખોટુ થયાનું જણાતાં વધુ તપાસ થતાં તેણી દૂષ્કર્મનો ભોગ બન્યાનું સામે આવતાં સોૈ ચોંકી ગયા હતાં.  બાળાએ મજૂર રામલાલનું નામ આપતા તુરત જ એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં તથા એસીપી એસ. આર. ટંડેલના માર્ગદર્શનમાં પીઆઇ એમ. સી. વાળા, મુકેશભાઇ લોખીલ સહિતે કાર્યવાહી કરી અપહરણ, બળાત્કાર અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કડક કાર્યવાહીની તજવીજ કરી છે.

(3:04 pm IST)