Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

પત્નિને માસીક રૂ. ર૦ હજારનું ભરણ પોષણ ચુકવવાનો ફેમેલી કોર્ટનો આદેશ

રાજકોટ તા. ૧ર : પત્નીએ કરેલ ભરણપોષણના કેસમાં માસીક રૂ.ર૦,૦૦૦ ભરણપોષણ પેટે ચુકવવા અમદાવાદ રહેતા પતિ વિરૂદ્ધ હુકમ ફેમીલી કોર્ટે ફરમાવેલ હતો. અરજીની ટુંક વિગત એવી છે કે, અત્રે રાજકોટ રહેતા આ કામના અરજદાર રશ્મીબેન ઇષાનભાઇ દવે રહે. રાજકોટવાળાએ અમદાવાદ રહેતા આ કામના સામાવાળા ઇષાનભાઇ ઘનશ્યામભાઇ દવે (પતી) વિરૂદ્ધ સી.આર.પી.સી.એકટની કલમ ૧રપ નીચે ભરણ પોષણ મેળવવા એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત ફેમીલી કોર્ટમાં અરજી કરેલ હતો.

અરજદાર ભરણપોષણ મેળવવા કાયદેસર હકદાર બને છે, પત્નીની વિના કારણે ત્યાગ કરેલ હોય તેથી કાયદાકીય જોગવાયો મુજબ  ભરણ પોષણ આપવાની પતીની કાયદેસરની જવાબદારી બને છે, સામાવાળા સ્પેક ઇન્ડીયા લી. કંપનીમા નોકરી કરી માસીક રૂ.પ૦,૦૦૦ થી વધુ જેવો પગાર મેળવે છે. અલગ અલગ ધંધાકીય વ્યવહાર કરતા હોય, સામાવાળા આર્થિક રીતે સદ્ધર હોવાની હકીકતો રેકર્ડ પર આવેલ છે.

અરજદાર સામાવાળાની સમકક્ષ જીવન જીવી શકે તે માટે યોગ્ય ભરણ પોષણની રકમ મંજુર કરવા વીગેરે અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાએ અરજી અન્વયે રેકર્ડ પર પડેલા પુરાવા સંદર્ભેની મૌખીક દલીલો કરીને અરજદારને ભરણપોષ્ણ ચુકવવા સંદર્ભેની દાદો અપાવવા રજુઆતો કરવામાં આવેલ હતી આમ અરજદારના એડવોકેટની દલીલો ગ્રાહ્ય રાખી ફેમીલી કોર્ટએ અરજદારની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે મુળ અરજી દાખલ તારીખ તા.ર૧/૧૧/૧૬ થી અરજદારને માસીક રૂ.ર૦,૦૦૦ નિયમીત સામાવાળા ઇષાનભાઇએ ચુકવવા તેવો હુકમ ફેમીલી કોર્ટએ આ કામના અરજદારની તરફેણમાં કરેલ હતો.

આ કેસમાં અરજદાર રશ્મીકાબેન દવે વતી રાજકોટના પી એન્ડ આર લો-ચેમ્બરના એડવોકેટ અલ્પેશ વી.પોકીયા, વંદના એચ.રાજયગુરૂ, અમીત વી.ગડારા, ભાર્ગવ જે. પંડયા, કેતન જે. સાવલીયા, પરેશ મૃગ, રીતેષ ટોપીયા, વીગેરે રોકાયેલ હતા.

(4:27 pm IST)