Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

સીએએના સમર્થનમાં કાલે 'તિરંગા યાત્રા'ના રંગે રંગાશે રાજકોટઃ સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી બહુમાળી ભવન ખાતેથી પ્રસ્થાન કરાવશેઃ વિવિધ સંગઠનો-હજારો લોકો યાત્રામાં જોડાશેઃ જબરો થનગનાટ

રાજકોટ તા. ૧૨ : નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપવા કાલે તા. ૧૩ ના ગુરૂવારે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા રાજકોટમાં યોજવામાં આવેલ 'તિરંગા યાત્રા' માં જોડાવા વિવિધ સંસ્થાઓએ જબરો ઉત્સાહ દર્શાવ્યો છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

ભુદેવ સેવા સમિતિ

દેશ હિત અને માનવતા માટે સંસદમાં લેવાયેલ નાગરીકતા સંશોધન કાયદાને સમર્થન આપવા આવતી કાલે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા યોજવામાં આવેલ તિરંગા યાત્રામાં ભૂદેવ સેવા સમિતિ જોડાશે. તેમ સમિતિના સંસ્થાપક તેજસભાઇ ત્રિવેદીની યાદીમાં જણાવાયુ છે. કોઇની નાગરીકતા છીનવવા નહીં પણ રક્ષણ કરવા ઘડાયેલ આ કાયદો ઘડાયો છે. ત્યારે બ્રહ્મપરિવારોએ બહોળી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાઇને સમર્થન આપવા ભુદેવ સેવા સમિતિના તેજસ ત્રિવેદી, દિલીપ જાની, નિરજ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, માનવ વ્યાસ, વિમલ અધ્યારૂ, જયોતિન્દ્ર પંડયા, સંદીપ પંડયા, જીજ્ઞેશ ત્રિવેદી, જયભાઇ ત્રિવેદી, ભરતભાઇ દવે, યજ્ઞેશ ભટ્ટ, વિમલ અધ્યારૂ, મિત ભટ્ટ, દિલીપ રાવલ, પરાગ મહેતા, પ્રશાંત ઓજા, પ્રશાંત વ્યાસ, મેહુલ ભટ્ટ, અશોક મહેતા, જીજ્ઞેશ પંડયા, હિરેન શુકલ, રાજન ત્રિવેદી, ચિરાગ ઠાકર, વિશાલ ઠાકર, મનન ત્રિવેદી, નિરવ ત્રિવેદીએ આહવાન કરેલ છે.

જૈનમ યુનિટીંગ કોમ્યુનીટી

રાષ્ટ્રવાદને ઉજાગર કરવા આવતી કાલે તા. ૧૩ ના સવારે ૮.૩૦ વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા, બહુમાળી ભવન ચોક ખાતેથી પ્રસ્થાન થનાર સી.એ.એ. સમર્થિત તિરંગા યાત્રામાં જૈન સમાજ બહોળી સંખ્યામાં જોડાય તે માટે જૈનમ યુનિટી કોમ્યુનીટીના નિલેશ ભલાણી દ્વારા અનુરોધ કરાયો છે.

રાજકોટ મશીનરી ડીલર્સ એસો. અને વેપારી સંગઠનો

કાલે ગુરૂવારે સવારે ૯ વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા બહુમાળી ભવનથી શરૂ થનાર રાષ્ટ્રીય એકતા સમિતિ યોજીત 'તિરંગા યાત્રા-૨૦૨૦' માં રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશનના તમામ સભ્યો જોડાશે. તેમ એસો.ના પ્રમુખ મનસુખભાઇ પટેલ અને માનદ મંત્રી અશ્વિનભાઇ પટેલની સંયુકત યાદીમાં જણાવાયુ છે. સાથો સાથ મશીનરી સ્પેર્સ સપ્લાય એસો.ના પ્રમુખ મેઘજીભાઇ ઘેલાણી, માનદ મંત્રી વસંતભાઇ બલદેવ તથા રાજકોટ ટુલ્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદભાઇ સેજપાલ, માનદ મંત્રી સતીષભાઇ કોરડીયા, ધર્મેન્દ્રરોડ કાપડ એસો.ના પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણીએ પણ તિરંગા રેલીને સમર્થન જાહેર કરેલ છે.

દલિત સમાજ મોટી સંખ્યામાં જોડાશે : અનિલ મકવાણા

સી.એ.એ.ના સમર્થનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેજા હેઠળ કાલે રાજકોટમાં વિશાળ તિરંગા એકતા યાત્રાનું આયોજન થયુ છે. સવારે ૯ વાગ્યે બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન થનાર આ એકતા યાત્રામાં દલિત સમાજના લોકો પણ વધુને વધુ સંખ્યમાં જોડાય તેવી ગુજરાત અનુ. જાતિ વિકાસ કોર્પોરેશનના સભ્ય અનિલભાઇ મકવાણાએ અપીલ કરી છે.

સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ

દરેક ભારતીયને ગૌરવ ઉપજે તેવા લેવાયેલ નિર્ણયના સમર્થનમાં આવતીકાલે યોજવામાં આવેલ તિરંગા યાત્રામાં સર્જન ફાઉન્ડેશનના સર્વે ટ્રસ્ટીઓ, કમીટી મેમ્બર્સ, મહિલા પાંખના સભ્યો, શુભેચ્છકો, દાનવીરો મોટી સંખ્યામાં જોડાશે. શહેરીજનોએ પણ આ યાત્રામાં જોડાવા સંસ્થાના પ્રમુખ સુરેશભાઇ પરમાર, ઉપપ્રમુખ ગુણવંતભાઇ ભટ્ટ, મંત્રી પ્રકાશભાઇ વોરા, હેમંતસિંહ ડોડીયા, નાથાલાલ ડોડીયા, કાળુમામા, મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભા, ઉપપ્રમુખ રેશ્માબેન સોલંકી, ટ્રસ્ટી પ્રભાબેન વસોયા, મહામંત્રી દિપાબેન કાચા, કમીટી મેમ્બર્સ પલ્લવીબેન ચૌહાણ, હર્ષાબા કનોજીયા, ઉર્વીશાબા ઝાલા, ભાવનાબેન ચતવાણી, હેમાંગીબેન જોષી, મીનાક્ષીબેન લીંબાસીયા, શિતલબેન પંડયા, દિપાબેન મકવાણા, શ્રધ્ધાબેન સીમેજીયા, રશ્મીબેન લીંબાસીયા, સીમાબેન અગ્રવાલ, રચનાબેન બુધ્ધદેવ, દેવયાનીબેન રાવલ, તૃપ્તીબેન રાજવીર, હેતલબેન બારડ, એડવોકેટ હિરલબેન જોષી, દિવ્યાબેન રાઠોડ, રમીલાબેન રાજયગુરૂ, મહેન્દ્રસિંહ તલાટીયા, ડેનીશભાઇ પટેલ વગેરેઅ અનુરોધ કરેલ છે.

રાજકોટ - લોધીકા સંઘ

જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને રાજકોટ લોધીકા સંઘના ડીરેકટર ચેતન રામાણીએ કાલે સીએએ અને એનઆરસીના સમર્થનમાં યોજાયેલ તિરંગા યાત્રામાં લોકોએ બહોળી સંખ્યામાં ઉમટી પડવા અનુરોધ કરેલ છે. દેશની ધર્મનીરપેક્ષતા, એકતા, અખંડીતતાનો સવાલ હોય ત્યારે  જબ્બર શકિત પ્રદર્શન કરી રાજકીય રોટલા શેકવાવાળાઓને મુહતોડ જવાબ આપવા તેમણે અનુરોધ કરેલ છે.

સીંધી સમાજ

સીએએ અને એનઆરસીના સમર્થનમાં કાલે બહુમાળી ભવન ચોકથી શરૂ થનાર તિરંગા યાત્રામાં સિંધ સમાજના ભાઇ બહેનો યુવાનો મોટી સંખ્યામાં જોડાઇને રાષ્ટ્રવાદનો શંખ ફુકશે. તેમ સમાજના સ્વયંસેવક અશોકભાઇ લોકવાણી, સમાજ અગ્રણી જગદીશભાઇ મંગવાણી, સુનિલજી, લીલારામ પોપટાણી, શ્રીચંદજી વગેરેની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

ચાણકય વિદ્યાલય

વંદેમાતરમ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ ચાણકય વિદ્યાલયના વિદ્યાર્થીઓ કાલે ગુરૂવારે યોજાયેલ તિરંગા યાત્રામાં જોડાઇને ભારતીયતાના દર્શન કરાવશે. તેમ આચાર્ય નયનાબેન પેઢડીયાની યાદીમાં જણાવાયુ છે.

ઉદ્દઘોષ ક્રાંતિ સ્મૃતિ સંસ્થા

કાલે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા યોજવામાં આવેલ તિરંગા યાત્રામાં ઉદ્દઘોષ ક્રાંતિ સ્મૃતિ સંસ્થાના સભ્યો જોડાશે. નગરજનોએ પણ બહોળી સંખ્યામાં જોડાવા સંસ્થાના વિનોદભાઇ પેઢડીયા, વિમલભાઇ જાની, દિનેશભાઇ વ્યાસ, દિલાવરભાઇ વાગડીયા, જયપ્રકાશ દવેએ આહવાન કરેલ છે.

ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીસનર્સ

કાલે રાષ્ટ્રવાદના રંગે રંગાવા જઇ રહેલ રાજકોટમાં આયોજીત તિરંગા યાત્રામાં ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીસનર્સ ઓફ રાજકોટના સભ્યો બહોળી સંખ્યામાં જોડાશે. તેમ પ્રેસીડેન્ટ ડો. મહેશ શીંગાળાએ જણાવેલ છે.

એન.જી.ઓ. ફેડરેશન

કાલે બહુમાળી ભવન ચોકથી આરંભ થનાર તિરંગા યાત્રામાં તમામ સંસ્થા અને સંગઠનોએ જોડાવા એન.જી.ઓ. ફેડરેશનના મુકેશ દોશી, ગુણુભાઇ ડેલાવાળા, જયેશ ઉપાધ્યાય, ધનસુખભાઇ વોરા, ઉપેન મોદી, મહેન્દ્ર ફળદુ, ચંદુભા પરમાર, ડો. શૈલેષ જાની, રમેશ ગોંડલીયા, કે. ડી. કારીયા, ડી. કે. કોઠારી, ડોલરભાઇ કોઠારી, જીમી અડવાણી, હરીશભાઇ હરીયાણી, પ્રફુલભાઇ ગોસ્વામી, પારસ મોદી, દોલતસિંહ ચૌહાણ, પુજા પટેલ, જયદીપ કાચા, કીરીટભાઇ આદ્રોજા, રાકેશભાઇ ભાલાળા, પ્રજ્ઞેશ સુરાણી, પ્રનંદ કલ્યાણી, ભાગ્યેશ વોરા, સુનિલ વોરા, નલીન તન્ના, કિરેન છાપીયા, અશ્વિનભાઇ પટેલ, આશિષ વોરા, રવી ધાનાણી, પરિમલભાઇ જોષી, ચેતન વ્યાસ, પ્રિતેશ પોપટ, જીજ્ઞેશ ગોસ્વામી, મનોજ મારૂ, ઉપીન ભીમાણી, જનાર્દન આચાર્ય, શોભનાબેન કારેયા, મુકેશભાઇ બાટવીયા, યોગેશ શાહ હરેશભાઇ દોશી, જીજ્ઞેશ પુરોહીત, હાર્દીક દોશી, શૈલેષ દવે, ગુુભાઇ જાલાણી, ગીતાબેન પટેલ, રમાબેન હેરભા, ઉમેશભાઇ મહેતા વગેરેએ અપીલ કરી છે.

(4:03 pm IST)