Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

વિંછીયાના પાટીયાળી ગામે થયેલી હત્યાના કેસમાં માનવતાની જામીન અરજી નામંજુર

રાજકોટ, તા. ૧ર :  વિંછીયા તાબેના પાટીયાળી ગામે ર૦૧૭માં હત્યા કરવાના તથા ફરીયાદી અને સાહેદોને માથાના ભાગે ગંભીર ઇજામાં જેલ હવાલે રહેલા આરોપીઓ ભગાભાઇ ઉર્ફે કાળુ રણછોડભાઇ તાવીયા અને વાલજી રણછોડભાઇ તાવીયાએ સેસન્સ કોર્ટમાં પોતાના ભત્રીજાના લગ્ન અર્થે વચગાળાના જામીન મેળવવા અરજી કરેલ હતી, જે અરજી અદાલતે નામંજુર કરી છે.

આ કેસની વિગત મુજબ આરોપીઓએ કૌટુંબીકભાઇ ઓધાભાઇ જેમાભાઇ તાવીયા પર કુહાડી, પાઇપથી હુમલો કરી  હત્યા કરી હતી જે અંગેની ફરીયાદ બાદ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. દરમ્યાન જેલ હવાલે રહેલા બન્ને આરોપીઓએ ભત્રીજાના લગ્નમાં જવા અર્થે ર૦ દિવસના વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી. જે અરજીનો સરકારી વકીલ શ્રી પરાગભાઇ શાહ તથા મુળ ફરીયાદીના મુળ વકીલ શ્રી મેઘરાજસિંહ એમ. ચુડાસમા, સિદ્ધરાજસિંહ ચુડાસમા તથા કૃણાલભાઇ એન. દવેએ વિરોધ કરી આરોપીઓ ખોટી રીતે કોર્ટને ગેરમાર્ગ દોરી કાયદાની છટકબારીનો ઉપયોગ કરી મુકત જીવન વિતાવવા અરજી કરેલ છે. તથા કેસની ટ્રાયલ ચાલતી હોય આથી આ આરોપીઓ ભાગી જાય તેવી પુરેપુરી સંભાવના હોય તેવી ધારદાર દલીલો ધ્યાને રાખી જામીન અરજી નામંજુર કરવા રજુઆત કરી અને આ રજુઆતને ધ્યાને રાખી રાજકોટમાં એ.ડી. ડિસ્ટ્રીકટ જજ સાહેબશ્રીએ આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે.

(4:02 pm IST)