Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

પરીણીતાના આપઘાત કેસમાં થયેલ સજા સામેની અપીલમાં દંડની રકમ વધારવા હુકમ

રાજકોટ, તા., ૧૨: રાજકોટ શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શ્રીમતી રસીલાબેન ભરતભાઇ મકવાણાએ તેણીના સાસુ-સસરા અને જેઠ-જેઠાણી તેણીને ઘરકામ  બાબતે મેણા ટોણા મારી માનસીક ત્રાસ આપતા અને જે ત્રાસ અસહય બનતા ફરીયાદીથી સહન નહી થતા ફરીયાદીએ પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી સળગતા તેણીએ સરકારી હોસ્પીટલમાં સારવાર દરમિયાન સાસરીયા પક્ષના સભ્યો સામે ફરીયાદ નોંધાવેલ જેમાં (૧) જીવાભાઇ મેઘજીભાઇ મકવાણા (ર) નાથાભાઇ જીવાભાઇ મકવાણા (૩) પ્રવિણભાઇ જીવાભાઇ મકવાણા (૪) દુધીબેન જીવાભાઇ મકવાણા (પ) શ્રીમતી નીતાબેન નાથાભાઇ મકવાણા (૬) શ્રીમતી હીનાબેન પ્રવિણભાઇ મકવાણા વિરૂધ્ધની ફરીયાદમાં સારવાર દરમિયાન ફરીયાદી રસીલાબેનનું અવસાન થતા જેથી ફરીયાદીને મરી જવાના સંજોગો ઉભા કરવાનું કૃત્ય અંગે ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

ઙ્ગઙ્ગઆ કામમાં ગુજરનારે આપેલ ફરીયાદ તથા ગુજરનારનું ડાઇંગ ડેકલેરેશનને ધ્યાને લઇને ફાસ્ટ્રેકના પ્રિસાઇડીંગ ઓફીસરે કલમ ૩ઢ૬ના ગુન્હામાં બે વર્ષની સજા અને રૂ. ૧૦૦૦નો દંડ તથા કલમ ૪૯૮ (ક)ના ગુન્હામાં એક વર્ષની સજા અને રુા. ૧૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો એક માસની સાદી કેદની સજા ફમાવવામાં આવેલ.

આ કામના આરોપીઓએ સજાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરીને સજાનો હુકમ મોકુફ રખાવેલ ત્યાર બાદ આ કામમાં અપીલની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચુકાદાની કાયદાકીય પરિથિતિને લક્ષમાં લઇને તેમજ ઇ.કી.કો. કલમ ૧૦૭ના આવશ્યક તત્વો અભાવ જોવા મળતા ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયમુર્તિશ્રી એૃ.જી. કુરેશીએ નીચેની અદાલતના પ્રીસાઇડીંગ ઓફીસરે કરેલ કલમ ૩૦૬ના ગુન્હાના કામે કરેલ સજા ટકવાપાત્ર ન હોય તેમજ ફરીયાદ તથા ડી.ડી.માં રોજીંદા જીવનમાં ઘરકામ બાબતે મેણાટોણા અંગેની બાબત છે જેથી કલમ ૪૯૮ (ક) પુરવાર થતી હોય જેથી સજામાં સુધારો કરીને સજા ભોગવેલ હોય અને દંડની રકમમાં રૂ. ૧૦૦૦ વધારો કરીને રુા. ર૦૦૦ કરવામાં આવેલ અને અગાઉ ભરેલ દંડની રકમમાં એડજસ્ટ કરવા હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કામમાં આરોપીઓ તરફે વતી એડવોકેટ દરજ્જે રાજકોટના શ્રી લલીતસિંહ જે.શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, સી.એમ.દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી તથા ગુજરાત હાઇકોર્ટના જે.એમ.બુધ્ધભટ્ટી રોકાયેલ હતા.

(4:02 pm IST)