Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

સગીરાના અપહરણ-બળાત્કાર પોકસોના કેસમાં આરોપીનો છૂટકારો

રાજકોટ, તા. ૧૨ :. પોકસો, અપહરણ તથા બળાત્કારના ગુન્હામાં બે ભરવાડ શખ્સોને રાજકોટના મ્હે. એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ (પોકસો એન્ડ સ્પેશિયલ ફાસ્ટટ્રેક) જજ સાહેબશ્રીએ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસની ટૂંકી વિગત એવી છે કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં રહેતા આ કામના મૂળ ફરીયાદી કાળાભાઈ મેરાભાઈ ટારીયાની ૧૬ વર્ષની સગીર પુત્રીને પ્રેમમાં ફોસલાવી લગ્ન કરવાની કે અન્ય કોઈ ઈરાદે લાલચ આપી ભગાડી અપહરણ કરવા અંગેના ગંભીર ગુનાઓ સંબંધે આ કામના આરોપીઓ પૈકી અનુક્રમે નં. (૧) દિપકભાઈ હઠાભાઈ જાપડા, રહે. ગીતાનગર, તા. પડધરી, જી. રાજકોટ નં. (૨) વિરમભાઈ ખોડાભાઈ બાંભવા (એબેટ), રહે. કોઠારીયા આંગણવાડીની પાસે, જી. રાજકોટ તથા નં. (૩) દેવાભાઈ ગાંડાભાઈ જાપડા રહે. ગલા પંચવાડા, તા. લાલપુર, જી. જામનગરવાળા ઉપરોકત તમામ આરોપીઓ વિરૂદ્ધ આ કામના ભોગ બનનારના પિતાએ એટલે કે ફરીયાદીએ સદરહું ગંભીર ગુનાઓ કર્યા અંગેના આરોપો આ કામના આરોપીઓ પર લગાડીને આ કામના મૂળ ફરીયાદીએ પડધરી પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.ની કલમ-૩૬૩, ૩૬૬, ૧૧૪ વિગેરે તથા પોકસોની કલમ-૪/૬ હેઠળ મુજબનો ગુન્હો કર્યા અંગેની ફરીયાદ નોંધાવેલ હતી.

આ કેસમાં આરોપીઓ તરફે રોકાયેલ ધારાશાસ્ત્રી અજય એમ. ચૌહાણની દલીલો તેમજ ગુજરાત હાઈકોર્ટ તથા સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને રાજકોટના એડી. સેસન્સ જજ (પોકસો એન્ડ સ્પેશિયલ ફાસ્ટટ્રેક) કોર્ટએ ધ્યાને લઈ તેમજ ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોય જેથી અદાલતે બન્ને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં ત્રણેય આરોપીઓ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી અજય એમ. ચૌહાણ, કમલેશ એચ. વોરા તથા ડેનિશ જે. મહેતા એડવોકેટ રોકાયેલ હતા.

(4:01 pm IST)