Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

ભાવેશ ઓખાથી રાજકોટ સગાની ખબર કાઢવા આવ્યો ને જૂગાર રમતો પકડાયો

ગાંધીગ્રામ પોલીસે આંકડાનો જૂગાર રમતાં પકડી લીધો

રાજકોટ તા. ૧૨: ઓખાથી રાજકોટ સગાની ખબર કાઢવા આવેલા યુવાનને પોલીસે જૂગાર રમતો ઝડપી લેતાં પોલીસ મથકની હવા ખાવાની વેળા આવી હતી.

 

દેવભુમી દ્વારકાના ઓખાના વતની ભાવેશ ભરતભાઇ રાડીયા (લોહાણા) (ઉ.વ.૪૪)ને નિર્મળા રોડ પર તિરૂપતી સોસાયટી શેરી નં. ૧-અના ખુણા પાસેથી વરલીના આંકડા પર જૂગાર રમતો પકડી લઇ રૂ. ૯૦૦, ચિઠ્ઠી અને મોબાઇલ મળી ૧૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. વનરાજભાઇ, કનુભાઇ, દિગુભા, બ્રિજરાજસિંહ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. ગોપાલ પાટીલ, દિવ્યરાજસિંહ જાડેજા અને હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી પકડી લીધો હતો. આ શખ્સ રાજકોટ કેન્સર હોસ્પિટલે સગાની ખબર કાઢવા આવ્યો હતો અને હોસ્પિટલના ખુણે ઉભો રહી વરલી-ફીચરનો જૂગાર રમતાં પકડાઇ જતાં લોકઅપ સુધી પહોંચવું પડ્યું હતું.

(4:01 pm IST)