Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

મિલપરાના ધર્મેશ ડાભી અને સામાકાંઠાના મેહુલ સોઢા પર વાલકેશ્વર સોસાયટીમાં હુમલો

બંને અન્ય મિત્રને મળવા ગયા'તા ત્યારે મજાક મશ્કરીમાં અજાણ્યા શખ્સોએ ધોકાવાળી કરી

રાજકોટ તા. ૧૨: મિલપરા-૧૨માં રહેતાં રિક્ષાચાલક ધર્મેશ ભરતભાઇ ડાભી (ભરવાડ) (ઉ.૩૬) અને ડ્રાઇવીંગ કામ કરતાં તેના મિત્ર સામે કાંઠે સંત કબીર રોડ પર રહેતાં મેહુલ મનસુખભાઇ સોઢા (લોહાણા) (ઉ.૩૬) પર રાત્રે સાડા બારેક વાગ્યે કોઠારીયા રોડ વાલકેશ્વર સોસાયટીમાં અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરી માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

આ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. ધર્મેશના કહેવા મુજબ પોતે અને મિત્ર મેહુલ વાલકેશ્વરમાં અન્ય મિત્રને મળવા ગયા હતાં. ત્યારે વાતો-વાતોમાં મજાક મશ્કરી કરતાં હોઇ અજાણ્યા શખ્સો ઉભા હોઇ તેને પોતાની મજાક થઇ રહ્યાનું સમજતાં ઝઘડો કરી હુમલો કરવામાં આવ્યો હતો.

(4:00 pm IST)