Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

આવતીકાલે તિરંગા યાત્રા અંતર્ગત પોલીસ કમિશ્નરનું જાહેરનામુ : અનેક રોડ પર પ્રવેશબંધી - નોપાર્કિંગ

રાજકોટ તા. ૧૨ : રાજકોટમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આવતીકાલે બહુમાળી ભવનથી જયુબેલી ચોક સુધી યોજાનાર રેલી અંતર્ગત પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં અનેક રોડ પાર નો પાર્કિંગ ઝોન અને રેલીના સમયે વાહનો માટે રોડ પર પ્રવેશબંધી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આવતીકાલે યોજાનાર તિરંગાયાત્રા રેલી બહુમાળી ભવન ચોક નજીકથી શરૂ થઇ જિલ્લા પંચાયત ચોક, ડો. યાજ્ઞીક રોડ, માલવીયા ચોક, ત્રિકોણબાગ, એસબીઆઇ ચોક થઇ જયુબેલી ચોક ખાતે મહાત્મા ગાંધીજીના સ્મારક ખાતે પૂર્ણ થશે. ત્યારે આ રૂટ પર સવારે ૮ થી ૧૨ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી કરીને ડાયવર્ઝન કરેલ છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે બહાર પાડેલા જાહેરનામામાં કેટલાક રૂટ ઉપર નો-પાકીંગ ઝોન તેમજ રેલીના સમયે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરી ડાયવર્ઝન કરેલ તે પ્રતિબંધીત રોડ તથા ડાયવર્ઝનની વિગતો આ મુજબ છે.

પોલીસ હેડ કવા. સર્કલથી ફનવર્લ્ડ તરફ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ રહેશે. તેની અવેજીમાં ટ્રાફિક શાખા થઇ તથા જુની એનસીસી ચોકથી કીશાનપરા ચોક તરફ જઇ શકશે, ચાણકય બીલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ રહેશે. તેની અવેજીમાં કીતાબઘર શ્રોફ રોડથી રૂડા બીલ્ડીંગ થઇ હોસ્પીટલ ચોક તથા જામનગર રોડ થઇ ગાંધીગ્રામ તથા માધાપર ચોકડી, કાલાવાડ રોડ તરફ જઇ શકશે. સરકીટ હાઉસથી ગેલેકસી ૧ર માળ બીલ્ડીંગ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ રહેશે. તેની અવેજીમાં ચાણકય બીલ્કીંગ તરફ જઇ શકશે.

ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોક સુધી તથા કીશાનપરા ચોકથી જીલ્લા પંચાયત ચોક સુધી  તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ રહેશે. તેની અવેજીમાં ચાણકય બીલ્ડીંગ ચોકથી ધરમ સિનેમા થઇ જામટાવર ચોક તથા હોસ્પીટલ ચોક તરફ જઇ શકશે. તથા કીશાનપરા ચોકથી જુની એન.સી.સી. ચોકથી પો.હેડ કવા.થી ટ્રાફીક શાખાથી હોસ્પીટલ ચોક તરફ જઇ શકશે. ભીલવાસ ચોકથી ઠક્કર બાપા છાત્રાલય તથા મહાકાળી મંદિરથી ઠક્કર બાપા છાત્રાલય સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તેની અવેજીમાં ફુલછાબ ચોકથી ચાણકય બીલ્ડીંગ ચોકથી ધરમ સિનેમા થઇ જામટાવર ચોક તથા હોસ્પીટલ ચોક તરફ જઇ શકશે. તથા કીશાનપરા ચોકથી જુની એન.સી.સી. ચોકથી પો.હેડ કવા.થી ટ્રાફીક શાખાથી હોસ્પીટલ ચોક તરફ જઇ શકશે. તથા મહીલા અંડરબ્રીજ થઇ ટાગોર રોડ થઇ લેલન ટી પોઇન્ટથી કાન્તા વીકાસ ચોકથી ઢેબર રોડ તરફ જઇ શકશે.

એસ્ટ્રોન ચોકથી યાજ્ઞીક રોડ ટી પોઇન્ટ સુધી તથા મોમાઇ હોટલથી યાજ્ઞીક રોડ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તેની અવેજીમાં એસ્ટ્રોન ચોકથી ટાગોર રોડ થઇ ઢેબર રોડ તરફ જઇ શકશે. રાજમંદિર ફાસ્ટ ફુડથી દસ્તુર માર્ગ ટી પોઇન્ટ સુધી તથા મોમાઇ હોટલથી દસ્તુર માર્ગ યાજ્ઞીક રોડ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તેની અવેજીમાં વિરાણી ચોક થઇ લેલન ટી પોઇન્ટથી ઢેબર રોડ તરફ જઇ શકશે.

નરશી મહેતા ગાર્ડનથી હરીભાઇ હોલ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તેની અવેજીમાં મનહર પ્લોટ થઇ લોધાવાડ ચોકથી ઢેબર રોડ તરફ જઇ શકશે. મોટી ટાંકી ચોકથી રાડીયા બંગલા ચોક તથા દેવ હોસ્પીટલથી રાડીયા બંગલા ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તેની અવેજીમાં લીમડા ચોકથી ચૌધરી હાઇસ્કુલ ચોકથી હોસ્પીટલ ચોક ખટારા સ્ટેન્ડ થઇ ઢેબર રોડથી જઇ શકશે.

શાસ્ત્રીમેદાન એસટી. બસ સ્ટેશનના ઇન ગેઇટથી માલવીયા ચોક તથા માલવીયા પેટ્રોલ પંપથી માલવીયા ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તેની અવેજીમાં લીમડા ચોકથી ચૌધરી હાઇસ્કુલ ચોક ખટારા સ્ટેન્ડ થઇ ઢેબર રોડ તરફ જઇ શકશે. તથા લોધાવાડ ચોકથી ભુતખાના ચોકથી ઢેબર રોડ તરફ જઇ શકશે.

પરમાર સાયકલ સ્ટોરથી સર અમરસિંહજી માર્ગ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તેની અવેજીમાં આર.એમ.સી. ચોકથી ઢેબર ચોક થઇ ખટારા સ્ટદેન્ડથી હોસ્પીટલ ચોક તરફ જઇ શકશે. ઢેબર ચોકથી ત્રીકોણબાગ સુધી સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તેની અવેજીમાં ઢેબર રોડ હોસ્પીટ ચોક ખટારા સ્ટેન્ડ તરફ જઇ શકશે. લીમડા ચોકથી એસ.બી.આઇ. ચોક તથા પારેખ હોસ્પીટલ ઢેબર રોડથી એસ.બી.આઇ. ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તેની અવેજીમાં લીમડા ચોકથી હરીહર ચોકથી ચૌધરી હાઇ. ચોકથી હોસપીટલ ચોક તરફ જઇ શકશે. 

જય સિયારામ પેંડા પંચનાથ પ્લોટથી ભાભા ગેસ્ટ હાઉસ ચોક સુધી તથા દીપક રોડવેઝ ઢેબર ં રોડથી ભાભા ગેસ્ટ હાઉસ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તેની અવેજીમાં લીમડા ચોકથી ચૌધરી હાઇસ્કુલ તરફ જઇ શકશે. તથા ઢેબર રોડ વનવે થઇ. દેના બેન્ક થઇ ખટારા સ્ટેન્ડ તરફ જઇ શકશે.

હરીહર ચોકથી જયુબેલી ચોક સુધી તથા દેના બેનક ચોકથી જયુબેલી યોક તથા હોસ્પીટલ ચોકથી જયુબેલી ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તૈની અવેજીમાં હરીહર ચોકથી ચૌધરી હાઇસ્કુલથી હોસ્પીટલ ચોકથી ખટારા સ્ટેન્ડથી ઢેબર ચોક તરક જઇ શકાશે.

આ રેલી અંતર્ગત રેસકોર્ષ મેળા ગ્રાઉન્ડ, ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ, રિલાયન્સનું ગ્રાઉન્ડ, વીવીઆઇપી અને વીઆઇપી પાર્કિંગ માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડના આગળના ભાગે પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે.

જ્યારે રેલીમાં ચૌધરી હાઇસ્કુલ ચોકથી રેસકોર્ષ સુધી કસ્તુરબા રોડની બંને સાઇડમાં, રેસકોર્ષથી એરપોર્ટ અને આયકર વાટીકા રોડની બંને સાઇડમાં, જયુબેલી ચોકથી ૧૦૦ મીટરના સર્કલ ફરતે અને રેસકોર્ષ રીંગ રોડ ફરતે બંને સાઇડમાં નો-પાર્કિંગ ઝોન કરાયા છે.

(4:00 pm IST)