Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

કડક વેરા વસુલાતઃ સિવિલ હોસ્પિટલે ૭૨ લાખનો વેરો ભરી દીધો

શાળાઓ-બેંકો તથા હોટલનો મિલ્કત વેરો વસુલવા કાર્યવાહીઃત્રણેય ઝોનમાં ૧૬ મિલ્કત સીલ તથા ૫૩ને નોટીસઃ આજે ૧.૦૩ કરોડની આવક

મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસૂલવા જપ્તી -સીલ સહિતની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે આવે શહેરના વિવિધ વિસ્તારમાં વેરા શાખા ના કર્મચારી દ્વારા બાકી મિલ્કત વેરો વસૂલવા મિલ્કત સીલઅને મિલ્કત જપ્તીની નોટીસને કાર્યવાહી કરવામાં આવી હતી. તે વખતની તસ્વીર.

રાજકોટ,તા.૧૨: મ્યુ.કોપોરેશન દ્વારા હવે આગામી ટૂંક સમયમાં રૂ.૧ લાખથી વધુનો મકાન વેરો બાકી રાખનારાઓ સામે કડક ઉઘરાણીની ઝૂંબેશ શરૂ થઇ છે. જે અંતર્ગત ટેકસ ઓફીસરો બાકીદારનાં ઘરે રૂબરૂ જઇને વેરો ભરવાની ડીમાન્ડ નોટીસો અપાયા બાદ હવે મિલ્કત જપ્ત અને મીલ્કત સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. આજે બપોરે સુધીમાં બેંક, શાળા, હોટલો નો બાકી મિલ્કત વસુલવા ૧૬ મિલ્કતસીલ તથા ૫૩ને નોટીસ આપવામાં આપી છે. આજે સિવિલ હોસ્પિટલે ૭૨ લાખનો વેરો ભરપાઇ કરતા તંત્રને રૂ.૧.૦૩ કરોડની આવક થવા પામી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેટરની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ વોર્ડ નં- ૧માંરૈયાધાર વિસ્તારમાં ૨-યુનિટના બાકી માંગણા સામે રીકવરી ૮૯,૦૦૦/-, વોર્ડ નં- ૨ માં સરકારી મિલ્કતના બાકી માંગણા સામે રીકવરી ૭૨.૨૭ લાખ વોર્ડ નં- ૩કૈલાશવાડી માં આવેલ 'એસ.બી.આઇ.બેંક' ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧૫,૯૬,૬૫૪/-  વોર્ડ નં- ૪ માંલાતીપ્લોટમાં 'હિમતલાલ શાહ' ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી ૧,૫૧,૦૦૦/-વોર્ડ નં- ૬માંપરશુરામ ઇન્ડ. એરીયામાં આવેલ 'કિરણબેન મુંગરા'ના યુનિટ બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી ૧,૦૦,૦૦૦/- ,પરશુરામ ઇન્ડ. એરીયામાં આવેલ 'રાજેશભાઇ સોરઠીયા' ના યુનિટ બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી ૯૮,૦૦૦/-વોર્ડ નં- ૭ માં 'હોટેલ સિલવર સેન્ડ' ના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ. શિવાલીક-૫ માં ૩ યુનિટને જપ્તીની નોટીસ આપેલ તથા ૧-યુનિટને સીલ મારેલ.શિવાલીક-૭ માં ૧ જપ્તીની નોટીસ આપેલ તથા ૨-યુનિટને સીલ મારેલ. 'ફેડરલ બેંક' ભકિતનગર શાખાને બાકી માંગણા સામે નોટીસ આપેલ.વોર્ડ નં- ૮માંનિર્મલા કોન્વેન્ટ રોડ પર આવેલ ૩- યુનિટના બાકી માંગણા સામે રીકવરી ૬,૭૪,૦૦૦/- વોર્ડ નં- ૯માંરૈયા ચોકડી પાસે આવેલ 'અંબિકા કોમ્પ્લેક્ષ' માં ૫- યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ. રવિરત્ન પાર્કમાં ૨-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨,૦૦,૦૦૦/-

વોર્ડ નં- ૧૧માંમવડી મે. રોડ પર આવેલ ૭- કોમર્શીયલ યુનિટને જપ્તીની નોટીસ આપેલ. વોર્ડ નં- ૧૨માં 'પાર્થ વિધાલય' ના બાકી માંગણા સામે રીકવરી ૭૪,૨૮૮/- ,મવડી રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ તથા પુનિતનગરમાં કુલ ૧૫- યુનિટને જપ્તીની નોટીસ આપેલ. રીકવરી રૂ.૩,૦૦,૦૦૦/-વોર્ડ નં- ૧૪માંબાપુનગર વિસ્તારમાં ૬-યુનિટને જપ્તીની નોટીસ આપેલ તથા રીકવરી રૂ.૯૦,૦૦૦/- વોર્ડ નં- ૧૫ માં સહજાનંદ ઇન્ડ. એરીયામાં આવેલ 'ભુપતભાઇ લુણાગરીયાના' ૨-શેડને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ.સહજાનંદ ઇન્ડ. એરીયામાં આવેલ 'જાનવી કાસ્ટીંગ' ના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ.વોર્ડ નં- ૧૬માંસોરઠીયા વાડી, પટેલ નગર વિસ્તારમાં ૫-યુનિટને  બાકી માંગણા સામે જપ્તીની નોટીસ સહિ કુલ ૧૬-યુનિટને સીલ મારેલ તથા ૫૩- મિલ્કતોને જપ્તીની નોટીસ ફટકારી રૂ.૧.૦૩ કરોડ આવક થવા પામી છે. 

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરઓ તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નર હરિશ કગથરા સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:54 pm IST)