Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

રવિવારે અમરેલીમાં દશનામ ગોસ્વામી સમાજના સમુહલગ્નોત્સવ: ૬૧ દિકરીઓના પ્રભુતામાં પગલા

મહાગુજરાત શ્રી દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા આયોજનઃ કરીયાવરમાં દીકરીઓને ૧૨૫ વસ્તુઓ અપાશેઃ સંતો-મહંતો શુભાશીષ પાઠવશે : ધર્મસભા પણ યોજાશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આમંત્રણ

રાજકોટ, તા. ૧૨ : શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા આગામી તા. ૧૬ને રવિવારનાં રોજ અમરેલી મુકામે ૬૧ દીકરીઓનાં પ્રથમ સમૂહ લગ્નોત્સવનું  આયોજન કરેલ છે. આ સમૂહ લગ્નોત્સવનો મુખ્ય  હેતું સમગ્ર દશમાન ગોસ્વામી સમાજ સંગઠીત થાય તેવી ભાવનાથી જ્ઞાતિનાં તેમજ અન્ય જ્ઞાતિનાં  દાતાઓનાં સહયોગથી આયોજન કરવામાં આવેલ છે. મહામંડલેશ્વર શ્રીઓ, સંતો, મહંતો તેમજ વિવિધ ક્ષેત્રનાં આગેવાનો સાનિધ્યના ગૃહસ્થાશ્રમમાં પગલાં પાડતાં નવદંપતિઓને શુભાષિશ આપશે.લગ્ન વિધિ આચાર્ય કરાવશે તેમ  જણાવાયું છે.

આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ સમારોહના અધ્યક્ષ તરીકે વિશ્વાવંદીય શ્રી મહંત  હરિગીરીજી મહારાજ શ્રી પંચ   દશનામ જુના અખાડા- આંતરાષ્ટ્રીય અખાડા પરિષદ મહામંત્રી. સમારોહના ઉપમધ્યક્ષ તરીકે શ્રી મહંત ઇન્દ્રભારથીજી મહારાજ- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી, શ્રી પંચ દશનામ જુના અખાડા કાશી, શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારથી આશ્રમ જુનાગઢ શ્રી ૧૦૦૮ અનંત વિભુષીત મહામંડલેશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ મુયકુંદ- જુનાગઢ, મુખ્ય મહેમાન તરીકે શ્રી ૧૦૦૮ અનંત વિભૂષિત આચાર્ય મહામંડલેશ્વર પ.પૂ.માં લક્ષ્મીનંદગીરીજી (કિન્નર અખાડા) તેમજ શ્રી પંચ દશનામ જુના અખાઠાનાં વિવિધ મહંતો સંતો ઉપસ્થિત રહી શુભાષિશ પાઠવશે. રાજ્પના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પણ આમંત્રણ અપાયું છે. આ સમારોહમાં જ્ઞાતિના હજાર ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા દશનામ સમાજના સર્વશ્રી મહેન્દ્રગીરી દોલતગીરી (અઘ્યક્ષ મહામંડળ) હરેશભારથી બી. ગોસ્વામી (પ્રમુખ મહામંડળ) મહંતશ્રી દોલતપુરી હિરાપુરી ગોસ્વામી (ઉપાઘ્યક્ષ મહામંડળ) મનસુખપુરી આર. ગોસ્વામી (ઉપાઘ્યક્ષ મહામંડળ) ધીરેન્દ્રગીરી જેઠીગીરી (ઉપપ્રમુખ મહામંડળ) મહેન્દ્રગીરી કરશનગીરી (ઉપપ્રમુખ મહામંડળ) રોહિતપુરી જે. ગોસ્વામી (મહામંત્રી મહામંડળ) ચિમનપુરી છગનપુરી (પ્રભારી મહામંડળ) ધર્મેન્દ્રગીરી એલ. ગોસ્વામી (પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રદેશ) કુષ્ણગીરી એચ. ગોસ્વામી (પ્રમુખ મહાગુજરાત યુવા પાંખ) ગૌતમગીરી ગૌસ્વામી (ઉપપ્રમુખ મહાગુજરાત યુવા પાંખ) હરેશપુરી કે. ગોસ્વામી (પ્રમુખ દક્ષિણ પ્રદેશ) હરેશગીરી વી. ગોસાઈ (ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર પ્રદેશ) ડો. કલ્પેશગીરી પી. ગોસાઈ (પ્રમુખ યુવા પાંખ સૌ. પ્રદેશ) ગુણવંતપુરી એસ. ગોસાઈ (સંયઠન મંત્રી સૌરાષ્ટ્ર પ્રદેશ) શ્રી પ્રકાશગીરી આઈ. ગોસ્વામી (સહમંત્રી સૌ. પ્રદેશ) પ્રવિણભારથી ડી. ગોસ્વામી (ઉપપ્રમુખ સૌ. પ્રદેશ) નિલેશપુરી એન. ગોસ્વામી (મહામંત્રી સૌ. પ્રદેશ) પ્રવિણભારથી ડી. ગોસ્વામી (ટ્રસ્ટીશ્રી મહામંડળ) પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ (પૂર્વ મહામંત્રી મહામડંળ) જનકગીરી ભીખુગીરી - ધારી આકાશભારથી બીપીનભારથી - રાજુલા, અજયવન રમેશવન - રાજકોટ, અર્જુનગીરી અશોકગીરી - સાવરકુંડલા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:52 pm IST)