Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

એપ્રિલમાં સમસ્ત વાળંદ સમાજના સમૂહલગ્ન

વાળંદ જ્ઞાતિ મંડળ દ્વારા આયોજન : મા- બાપ વગરની દીકરીઓ પાસેથી ફી નહિં લેવાય : ફોર્મ વિતરણ શરૂ

રાજકોટ, તા. ૧૨ : સમસ્ત વાળંદ જ્ઞાતિ માટે શ્રી વાળંદ જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા ૧૯માં સમૂહલગ્નનું આયોજન તા.૧૧ એપ્રિલના શનિવારના રોજ કરવામાં આવેલ છે. તા.૮ માર્ચ સુધીમાં ફોર્મ ભરી દેવા. જે કન્યાના માતા-પિતા હયાત ન હોય તેની ફી લેવામાં આવશે નહિં તેમ જણાવ્યુ હતું.

ફોર્મ તેમજ વધુ માહિતી માટે એન્ટોપ હેર સલૂન - ઠાકરશીભાઈ વાઘેલા મો. ૯૮૨૫૪ ૯૪૮૮૩, એરપોર્ટ ફાટક પાસે રાજકૃતિ એપાર્ટમેન્ટ પાછળ, રાજકોટ, અમદાવાદ હેર ડ્રેસર - બચુભાઈ ચૌહાણ - મો.૯૮૨૪૫ ૩૧૨૦૨, બોમ્બે હોટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ, રોનક હેર ડ્રેસર - ભરતભાઈ વિઠ્ઠલાપરા - મો.૯૨૨૮૨ ૬૮૪૫૦ - ૧૬/૪, રણછોડનગરનો ખૂણો, રાજકોટ, જનતા હેર ડ્રેસર - નાથાભાઈ શીશાંગીયા - મો.૯૮૭૯૪ ૬૦૪૬૧, સંત કબીર રોડ, સદ્દગુરૂ સાનિધ્ય કોમ્પલેક્ષ સામે, રાજકોટ ખાતે સંપર્ક કરવો. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ શ્રી દિપકભાઈ પનારા - મો.૯૮૨૫૨ ૧૦૧૪૨, ઉપપ્રમુખ ઠાકરશીભાઈ વાઘેલા મો.૯૮૨૫૪ ૯૪૮૮૩ તથા સમૂહલગ્ન કમીટી પ્રમુખ જગદીશભાઈ ભટ્ટી મો. ૯૩૨૭૪ ૩૨૬૨૯.

તસ્વીરમાં જીજ્ઞેશ પનારા, રમેશભાઈ રાઠોડ, ભુરાભાઈ પરમાર, ગણપતભાઈ સુરાણી, છગનભાઈ લખતરીયા, રજનીભાઈ ભટ્ટી, કુમારભાઈ વાજા, રાકેશ શીશાંગીયા અને પિયુષ માવદીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:51 pm IST)