Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

શુક્રવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે વેલેન્ટાઇન ઉત્સવ

ઓશોના કિચન અને ગોલ્ડન કોટેશનનો સ્ટીકર સહભાગીને પ્રેમના પ્રતિક સ્વરૂપે અપાશે.

રાજકોટ : ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિશ્વ દિવસ, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો વેગેરે રાજકોટમાં ૩૪  વર્ષથી ૨૪ કલાક ખુલ્લું રહેશે અને ઓશો પ્રવૃતિ થી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર અવાર નવાર ઉજવામાં આવે છે.

તા. ૧૪ને શુક્રવારના રોજ વેલેન્ટાઇન દિવસ નિમિતે દર વર્ષની જેમ આ  વર્ષે પણ સાંજે ૬:૩૦ થી ૮:૩૦ દરમ્યાન વેલેન્ટાઇન ઉત્સવ, સંધ્યા સત્સંગ, પૂર્વીબેન તથા મિસ્ત્રી નિતિનભાઇ ચાંડેગ્રા વિશેષ આયોજન કરવામાં આવ્યું  છે. કાર્યક્રમમાં સહભાગી થનાર સાધકને ઓશોના કિચન તથા ગોલ્ડન કોટેશન વાળા ઓશોના સ્ટીકર પ્રેમના પ્રતિક સમાન ભેટ આપવામાં આવશે.

વેલેન્ટાઇન દિવસ : ઘણા વર્ષો પહેલા વિદેશની ધરતી પર સંત  વેલેન્ટાઇન થઇ ગયા. જેમણે તેમની આખરી અવસ્થા સુધી પ્રેમ થી જ પરમાત્મા સુધી પહોચી શકાય છે તેવો સંદેશ લોકોને આપ્યો. ઉપરાંત  જે યુગલો એકબીજાના પ્રેમમાં હોય અને સમાજની ખોટી પરંપરાને લીધે લગ્ન કરી શકતા ન હોય તેવા યુગલને સામાજીક અને આધ્યાત્મિક ટેકો આપી સંત  વેલેન્ટાઇનએ એક કર્યા હતા. જેનો પારંપરીક મીશનરીઓએ ખૂબજ વિરોધ કરેલ. આ વિરોધને સહન કરી તેમણે મૈત્રીભાવનું ઝરણું સૌના હૃદયમાં વહાવ્યું આવા સંત વેલેન્ટાઇનની સ્મૃતિમાં આજના યુગમાં આબાલ વૃધ્ધ સૌ કોઇ વેલેન્ટાઇન દિવસની ઉજવણી કરી રહયા છે.

વિશેષ માહિતી : સ્વામિ સત્ય પ્રકાશ : ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ : ૯૮૨૪૮ ૮૬૦૭૦

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી. માર્ટની પાછળની શેરી, રાજકોટ.

(3:55 pm IST)