Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટની સફળ રજુઆત

રાજકોટમાં સમસ્ત રાવળદેવ સમાજનું સમાધીસ્થાન બનશેઃ બે દાયકા જુનો પ્રશ્ન હલઃ શાસકોનો આભાર

રાજકોટઃ સમસ્ત રાવળદેવ સમાજની સમાધીસ્થાન માટે જગ્યાની માંગણીનો પ્રશ્ન હલ થયો છે. રાજકોટ શહેરરમાં સમાધીસ્થાન બનાવવા માટે બજેટમાં રૂ.૩૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. રાવળદેવ સમાજના યુવા આગેવાનોએ જણાવેલ કે સમસ્ત રાવળદેવ સમાજના સમાધીસ્થાન માટે છેલ્લા ૨૦ વર્ષથી અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. સમાધીસ્થાનની જગ્યા ફાળવણી માટે વખતોવખત અનેકવાર રજુઆત થઇ હતી. અનેક વખત રજુઆતના અંતે તાજેતરમાં બજેટમાં ૩૦ લાખની ફાળવણી કરવામાં આવી હતી. જેની જગ્યા માટે આગામી ટુંક સમયમાં  પસંદગી કરવામાં આવશે. યુવા આગેવાનોએ સમાધિસ્થાન માટે જોગવાઇ કરતા શાસક પક્ષનો આભાર વ્યકત કરવામાં આવેલ.  તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનો આભાર વ્યકત કરવા આવેલા સમસ્ત રાવળદેવ સમાજના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ગોપાલભાઇ બોરાણા (મો. ૯૭૨૬૦ ૦૦૦૪૪), રાજુભાઇ બોરાણા અધ્યક્ષ, મહેશભાઇ ગોહેલ  મંત્રી, ધર્મેશભાઇ સોઢા સહમંત્રી, રાજેન્દ્રભાઇ સોઢા નાણામંત્રી તેમજ ટ્રસ્ટીઓ મેહુલભાઇ ગોહેલ ટ્રસ્ટી કમલેશભાઇ મચ્છોયા, નીરવભાઇ વાણીયા, ભાવિનભાઇ પરમાર, રવિભાઇ નકુમ, સુનીલભાઇ પેેથાણી, દિવ્યેશભાઇ ભોજક નજરે પડે છે.

(3:37 pm IST)