Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

GST પોર્ટલ પરની ખામીઓ સામે રાજકોટ સહિત રાજયભરમાં વકીલો-વેપારીઓમાં પ્રચંડ રોષ : વેટ કચેરી સામે ઉગ્ર દેખાવો

કાયદો લાગુ થયાને ૩૧ મહિના થયા છતાં પોર્ટલ કામ કરતુ નથી : વેપારીઓ-વકીલો-દેશને મોટુ આર્થિક નુકશાનની જાય છે : કલેકટરને પાઠવાતુ આવેદન : અનેક મુદ્દાઓ અંગે રજુઆત : રાજકોટ GST બાર એસો. દ્વારા એલાને જંગ

રાજકોટ જીએસટી બાર એસો. અને વેપારીઓ દ્વારા આજે પોર્ટલની ધીમી-નબળી કામગીરી અને અન્ય મુદ્દાઓ અંગે કલેકટરને આવેદન પાઠવાયું તે નજરે પડે છે.

રાજકોટ, તા. ૧રઃ રાજયમાં જી.એસ.ટી. પોર્ટલ ઉપર રહેલી ટેકનિકલ ગ્લિચીસ (તકલીફો) બાબતે એડવોકેટસ તથા ટેકસ પ્રેકટિશનરો દ્વારા જિલ્લા સ્તરે રજુઆતો કરવામાં આવેલ છે.

ધી ગુજરાત સેલ્સ ટેકસ બાર એશોશીએશન, નેશનલ એકશન કમીટી, ઓલ ગુજરાત ફેડરેશન , ઓલ ઇન્ડીયા ફેડરેશન ઓફ ટેકસ પ્રેકટિશનર્સ-વેસ્ટ ઝોન, ઇન્કમટેકસ બાર એશોશીએશન, ટેકસ ગુજરાત તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એશોશીએશન દ્વારા એક જોઇન્ટ એકશન કમીટીની રચના કરવામાં આવી છે.

ગુજરાતના તમામ મોટા એશોશીએશન સાથે મળી કોઇ રજુઆત કરી હોય તેવો આ પ્રથમ બનાવ છે. રાજરોજ ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવેદન આપવામાં આવ્યું છે. આ આવેદન દરેક જિલ્લાના કલેકટર -પદાધિકારીઓને આપવામાં આવેલ છે.

જીએસટી કાયદો લાગુ થયાને ૩૧ મહીના જેટલો સમય થઇ ગયો હોવા છતાં જી.એસ.ટી. પોર્ટલની કામગીરી થઇ નથી.  જેએસટી પોર્ટમાં રહેલ અનેક ટેકનિકલ ખામીઓ બાબતે અનેકવાર વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવેલ છતાં હાલમાં હજુ ટેકનિકલ ખામીઓ દૂર થઇ શકી નથી.

જી.એસ.ટી. પોર્ટની નબળી કામગીરીના કારણે કરદાતા, કર વ્યવસાયી તથા દેશના હિતને નુકશાન થઇ રહ્યું છે.  જી.એસ.ટી. કાયદા હેઠળ પાલન કરવાની થતી વિધીઓમાં અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉપર અનેક ફરીયાદો કરવામાં આવેલ છે. આ ફરીયાદોનો નિકાલ કરવામાં પણ પોર્ટલ ઉણું ઉતર્યું છે તેથી પ્રચંડ રોષ વ્યવસાયીઓમાં પ્રવર્તે છે. કલેકટરને અપાયેલ આવેદનમાં જી.એસ.ટી. પોર્ટલ તથા નેટવર્કની ખામીઓ દૂર કરવામાં આવે.

જીએસટી હેઠળની વિભિન્ન તથા રીટર્નના ફોર્મેટમાં સરળીકરણ કરવામાં આવે. ટેકસ ભરવાની તથા રિટર્ન ભરવાની તારીખો અલગ અલગ રાખવામાં આવે. ખરીદી તથા વેચાણની વિગતો સાથે સમાવી શકાય તેવું એક રિટર્ન લાવવામાં આવે. જે તારીખે ટેકસ ભરવામાં આવે તે તારીખને જે ટેકસ પેમેન્ટની તારીખ ગણવી જોઇએ. જયાં સુધી જી.એસ.ટી. પોર્ટલ ક્ષતિયુકતના બનાવવામાં આવે ત્યાં સુધી કોઇપણ જાતની કડક રીતે કાયદાના અમલીકરણમાં શરૂઆતના વર્ષો છૂટછાટો આપવામાં આવે. કોઇપણ સીસ્ટમ લાગુ કરતા પહેલા તેનો યોગ્ય ચકાસણી કરવામાં આવે.

ટેકનિકલ ભૂલો તથા નાની નાની ભૂલો માટે બાકી રહેલા જી.એસ.ટી. રિટર્ન માટે લેઇટ ફી , જી.એસ.ટી. પોર્ટલની હેલ્પ ડેસ્ક-હેલ્પ લાઇનને સુધારવામાં આવે.

કરદાતાઓની ફરીયાદોનું તાત્કાલીક નિવારણ થાય તેવી સિસ્ટમ ઉભી કરવામાં આવે. કલમ ૩૭ તથા ૩૯ હેઠળના રિટર્નમાં સુધારાઓ માટે જે સમય મર્યાદા સુચવવામાં આવેલ કલેરીકલ ક્ષતિઓ માટે ગમે ત્યારે આ સુધારાઓ કરવા દેવા જોઇએ.

જી.એસ.ટી. પોર્ટલ એ કાયદા અનુરૂપ હોવું જોઇએ. નહીં કે પોર્ટલને અનુરૂપ થવા કાયદા. નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ માટેના વાર્ષિક રિટર્નની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ર૦ છે. હજુ સુધી કરવામાં આવેલ નથી માટે આ રિટર્ન માટેની મુદતમાં ૩૦-૬-ર૦ર૦ સુધી વધારો કરવામા. જી.એસ.ટી. હેઠળના રાજય તથા કેન્દ્રના નોડલ ઓફીસરોના ઇ-મેઇલ તથા ટેલીફોન નંબર તથા સ્ટેટ કમિશનરોની વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે.

(3:32 pm IST)