Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

જીલ્લા પંચાયત - તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીના પડધમઃ દરેક જીલ્લામાંથી ઇવીએમની માહિતી મંગાવાઇ

રાજકોટઃ તા.૧૦, રાજકોટ જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પડધમ વાગી ચુકયા છેે. તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

રાજય ચૂંટણી પંચ દ્વારા કલેકટર તંત્રને જીલ્લામાં ઇવીએમ, કન્ટ્રોલ યુનિટ તથા બેલેટ યુનિટ અંગે માહિતી માંગવામાં આવેલ. જે અન્વયે તંત્ર દ્વારા તમામ માહિતી આપી દેવામાં આવી છેે. જેમાં કુલ સીંગલ કન્ટ્રોલ યુનિટ ૪૨૦૯ તથા બેલેટ  યુનિટ ૩૫૭૯ હોવાનું જણાવાયેલ. જયારે કોર્પોરેશન પાસે મલ્ટીવોટ કન્ટ્રોલ યુનિટ ૧૭૮૫ તથા બેલેટ યુનિટ ૩૫૭૦ અને નગરપાલીકા પાસે સિંગલ યુનિટ ૩૮૫ તથા બેલેટ યુનિટ ૮૭૦ હોવાનું જણાવાયુ છે.

દરેક જીલ્લામાંથી  ઇવીએેમ અંગેની માહિતી એકત્ર કરાયા બાદ રાજય ચૂંટણી પંચ દ્વારા તેની ફાળવણી કરાશે.

(3:25 pm IST)