Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

શહેરના વિવિધ વિસ્તારમાંથી ૭૫ રેંકડી-કેબીન જપ્તઃ ૩.૩૦ લાખનો દંડ

૭૩ બોર્ડ, બેનરો હટાવાયાઃ મવડી રોડ પરની રવિવારી બજારનું દબાણ દુર કરાયુ

રાજકોટ,તા.૧૧: મ્યુ.કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા છેલ્લા સાત દિવસમાં શહેરનાં વિવિધ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી ૭૫ રેકડી, કેબીન, અન્ય સામાન તથા ૭૩ બોર્ડ, બેનરો જપ્ત કરી રૂ.૩.૩૦ લકખનો દંડ વસુલવામાં આવ્યો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા  તા. ૪ ફેબ્રુઆરી થી ૧૦ ફેબ્રુઆરી સુધીમાં કન્યા છાત્રાલય, સાધુવાસવાણી રોડ, મોચીનગર, નાના મૌવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પંચાયત ચોક યુનિ. રોડ, રામાપીર ચોકડી, જયુબેલી માર્કેટ, રેલનગર, છોટુનગર, પોસ્ટ ઓફિસ સામે, કોલેજવાડી શેરી નં. ૦૧, બંગડી બજાર હનુમાન ગલી, હેમુગઢવી હોલ પાછળ હો. ઝોન સહિતનાં વિસ્તાર માંથી ૪૬ રેકડી,કેબીન તથા નાના મૌવા રોડ, મવડી મેઇન રોડ, કન્યા છાત્રાલય, બિગ બજાર સામે, યુનિ. રોડ, બાલાજી હોલ, મેઇન પોસ્ટ ઓફિસ, જયુબેલી માર્કેટ, ઢેબર રોડ, જંકશન રોડ, હોસ્પિ. ચોક, ટાગોર રોડ પરથી  ૨૯ પરચુરણ માલ-સામાનનાં દબાણો હટાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, કોઠારીયા રોડ, પેડક રોડ પરથી૭૩ બોર્ડ-બેનર જપ્ત કર્યા છે.

મવડી રોડ પર ભરાતી રવિવારી બજારનું દબાણ દૂર કરેલ છે, લેખીત તથા મૌખિક ફરીયાદનો નિકાલ કરેલ છે. 

કોલ સેન્ટરની ફરીયાદનો નિકાલ કરેલ છેે કુલ ૩.૩૬ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

(8:59 am IST)