Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

રાષ્ટ્રવાદી વિચારધારાના પ્રણેતા પં. દીનદયાળજીનું જીવન દીવાદાંડી સમાન : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ : સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને એકાત્મ માનવતાવાદના પ્રણેતા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રખર હિમાયતી તેમજ નૂતન ભારતના સ્વપ્તદ્રષ્ટા, યુગદ્રષ્ટા સ્વ. પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાયજીની પાવન પૂણ્યતિથિ નિમિત્તે, અત્રેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય માનવ વિકાસ ફાઉન્ડેશનના ઉપક્રમે, શ્રધ્ધાસુમન અર્પણ સમારોહનું આયોજન થયું હતું. સમારોહના અધ્યક્ષસ્થાને ભાજપના સિનિયર અગ્રણી અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. પંડિતજીને શ્રધ્ધાંજલિ આપતા ભાજપના અગ્રણી શ્રી રાજુભાઇ ધ્રુવે કહ્યું હતું ક, સ્વ. દીનદયાળજીનું વ્યકિતત્વ રાષ્ટ્ર સમર્પિત, અત્યંત પારદર્શક પ્રમાણિકતાસભર અને દીવાદાંડી સમાજ હતું એમનું જીવન સદીઓ સુધી રાષ્ટ્રવાદી વિચારધારાને જીવંત રાખવામાં સહુકોઇ માટે સદૈવ પથદર્શક બનતું રહેશે.  આ પ્રસંગે સર્વશ્રી જગદીશભાઇ રધાણી, સંજયભાઇ લોટીયા, ભાસ્કરભાઇ ત્રિવેદી, મનીષભાઇ શાહ, પ્રદીપભાઇ માંડાણી, સુરજભાઇ કાથલીયા, ચેતનભાઇ લોટીયા, શાંતિલાલ ગંગારામ, ચંદ્રેશભાઇ લોટીયા, પંકજભાઇ ધ્રુવ, હિરેનભાઇ મોઘાણી, જતીનભાઇ મોઘાણી, મિહીરભાઇ ધોબાલીયા, કિશનભાઇ ધોબાલીયા, ફાલ્ગુનભાઇ ધોબાલીયા, તેજસભાઇ ગોરસિયા, તરંગભાઇ ગગલાણી, વિશાલભાઇ હાંડા, કનકસિંહ બારડ, મોહિતભાઇ કાચા-મંગલમ, સતીષભાઇ ભીમાણી, મિહિરભાઇ ભીમાણી, સમીતભાઇ કોરડીયા, રાજુભાઇ ભીમાણી, મનીષભાઇ ઠાકર, જયેશભાઇ નકુમ, બ્રિજેશભાઇ શાહ, મીતેશભાઇ શાહ, સમીભાઇ લોટીયા વગેરે આગેવાનો અને કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. પંડિતજીની પ્રતિમાને હારતોરા કરી શ્રધ્ધાંજલી અર્પી હતી.

(4:12 pm IST)