Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વાવડીનું ગેરકાયદે પ્લાસ્ટિક ગોડાઉન અગનગોળો બને તે પહેલા ધ્વસ્ત કરો

ફાલ્કન પમ્પ પ્રા.લી. સહીત ર૬ ઉદ્યોગપતિઓએ મ્યુ.કમિશ્નરને આવેદન પાઠવી તંત્રને ઢંઢોળ્યુ

વાવડીમાં કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે પ્લાસ્ટીક ગોડાઉન બનાવી ત્યાં કચરો સળગાવાનું કારસ્તાન ચાલી રહ્યું હોઇ મોટી આગ હોનારત સર્જાવાની ભીતી છે તે દર્શાવતી તસ્વીરો આ તસ્વીર સહીત મ્યુ.કમિશ્નરને રજુઆત થઇ છે.

રાજકોટ તા. ૧રઃ શહેરનાં વાવડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનની જગ્યાએ બેફામ પણે દબાણ કરી પ્લાસ્ટીકનું ગેરકાયદે ગોડાઉન ખડકી દેવાયું છે. અને તેની પાસેજ કચરો સળગાવાઇ રહ્યો છે ત્યારે અહીં મોટી આગ દુર્ઘટનાંદ સર્જાય તે પહેલા આ ગોડાઉન દુર કરાવવાં વાવડીનાં ફાલ્કન પમ્પ પ્રા. લી. સહીત ર૬ ઉદ્યોગપતિઓએ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અને તંત્રને ઢંડોળ્યું છે.

ગેરકાયદે ગોડાઉનો વિડીયો ત્થા ફોટોગ્રાફ સાથે પાઠવેલ આ આવેદનપત્રમાં જણાવાયું છે કે વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, વાવડીથી ગોંડલ રોડ પર જતા મેઇન રોડ ઉપર ફાલ્કન પમ્પસ પ્રા. લી. પાછળ અસામાજીક-માથાભારે લોકો દ્વારા રાજકોટ મહાનગરપાલીકાની જગ્યા પર અનઅધિકૃત રીતે દબાણ કરી મોટી જગ્યા પર અનઅધીકૃત રીતે દબાણ કરી મોટી જગ્યા વાળી લીધી છે તે જગ્યામાં માથાભારે લોકો દ્વારા લાકડાનો તથા પ્લાસ્ટીકનાં ભંગારનો હજારો ટનનો ધંધો કરે છે. વાવડી ગામ તથા આજુ બાજુની નાની મોટી ફેકટરીઓને અડીને હજારો પણ જવલંતશીલ પ્લાસ્ટીક સ્ક્રેપ અને લાકડાનો સ્ક્રેપનો જથ્થો મહાનગરપાલીકાની ખુલ્લી જગ્યામાં ખડકલા કરેલ છે. આ દબાણ પાસે જ એટલે કે ૧૦ થી ૧પ ફુટના અંતરે કોર્પોરેશનના માણસો કચરો સળગાવતા હોઇ આ કચરાની આગ પ્લાસ્ટીક તથા લાકડાનો મોટા જથ્થાને લાગશે તો આ આગ કોઇપણ કાળે બુજાવી શકાશે નહીં તેમજ અનક મજુરો, ગામલોકો, ફેકટરીના કારીગરો બળીને ભડથું થઇ જશે આ આગ લાગશે તો જાનમાલની કલ્પના બહારની નુકશાની થાશે જેની જવાબદારી રાજકોટ મહાનગરપાલીકાની રહેશે. માટે અનઅધીકૃત દબાણને તાત્કાલીક દુર કરવા વાવડી ઇન્ડસ્ટ્રીયલ એશોસીએશનની માંગણી છે તો આ બાબતે તાત્કાલીક પગલા લેવા વિનંતી છે.

આ રજુઆતમાં જય ખોડલ સ્ટીલ રોયલઇન્ડસ્ટીઝ દેવકૃપા ઇન્ડસ્ટ્રીસ ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ, ડિવાઇઝ પેકીંગ શિવશકિત એન્ટરપ્રાઇઝ, દુધેશ્વર, એન્જીનિયર, શ્રમદિપ ઇન્ડસ્ટ્રઝ, સાગર એન્ટરપ્રાઇઝ, એકયુટેક એન્જીનીયર, જડેશ્વર એન્જીનિયર, સીલ્વર એન્ટરપ્રાઇઝ સહિત ર૬ ઉદ્યોગપતિઓ જોડાયા હતાં.

(3:48 pm IST)